વિરાટ ફરી બન્યો માર્કેટનો બાદશાહ! શાહરૂખની મોટી છલાંગ, રણવીર બીજા સ્થાને સરક્યો

PC: campaignindia.in

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ભારતની સૌથી પાવરફુલ સેલિબ્રિટી બ્રાન્ડ બની ગયો છે. ક્રોલના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન સ્ટડી અનુસાર, વર્ષ 2023માં તેની બ્રાન્ડ વેલ્યુ લગભગ 228 મિલિયન ડૉલર છે. જ્યારે બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખે બ્રાન્ડ વેલ્યુમાં જોરદાર છલાંગ લગાવી છે.

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની બાબતમાં ક્રિકેટરો ભલે આગળ હોય, પરંતુ વર્ષ 2023માં બોલિવૂડે ખરેખર ધૂમ મચાવી છે. પાવરફુલ સેલિબ્રિટીમાં સૌથી મોટો વધારો અહીં થયો છે. ક્રોલના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન સ્ટડી અનુસાર, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ભારતની સૌથી શક્તિશાળી સેલિબ્રિટી બ્રાન્ડ બની ગયો છે. વર્ષ 2023માં તેની બ્રાન્ડ વેલ્યુ લગભગ 228 મિલિયન ડૉલર છે. જો કે ખરી છલાંગ બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાને કરી છે. શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યુ 120.7 મિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે, જેના કારણે તે 2022માં 10મા સ્થાનેથી સીધો 2023માં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

ક્રોલ MD (વેલ્યુએશન એડવાઇઝરી સર્વિસીસ) અવિરલ જૈને મીડિયા સૂત્રોને જણાવ્યું કે, વર્ષ 2023એ 'કિંગ્સ'-વિરાટ, શાહરૂખ અને બોલિવૂડની વાપસીનું વર્ષ રહ્યું છે. આ વર્ષે દેશમાં સેલિબ્રિટી આંત્રપ્રિન્યોરશિપમાં વધારો થયો છે. જ્યાં કલાકારો તેમના પ્રભાવના ક્ષેત્રને વિસ્તૃત કરી રહ્યા છે અને મનોરંજન અને વ્યવસાય વચ્ચેની સીમાઓ ઓછી થઈ ગઈ છે.

આજકાલ ઘણા કલાકારો માત્ર ફિલ્મી પડદા પૂરતા મર્યાદિત નથી રહી ગયા. હવે તે બિઝનેસની દુનિયામાં પણ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. આને 'સેલિબ્રિટી એન્ટરપ્રિન્યોરશિપ' કહેવામાં આવે છે. કેટલાક કલાકારો પોતાની ખુદની બ્રાન્ડ લોન્ચ કરી રહ્યા છે અને કેટલાક સ્ટાર્ટ-અપ્સમાં પૈસાનું રોકાણ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, અક્ષય કુમારે તેની સ્પોર્ટસવેર બ્રાન્ડ ફોર્સ IX લોન્ચ કરી છે. જ્યારે કરીના કપૂર ખાને તેની કોરિયન સ્કિનકેર બ્રાન્ડ ક્વેન્ચ બોટાનિકસ અને દીપિકા પાદુકોણે લક્ઝરી સ્કિનકેર બ્રાન્ડ 82°E લોન્ચ કરી છે.

અવિરલ જૈનના જણાવ્યા અનુસાર, સેલિબેન્ટરપ્રેન્યોરશિપના કારણે હવે ઘણા કલાકારો ફિલ્મો સિવાય અન્ય બિઝનેસમાં પણ ઝંપલાવી રહ્યા છે. આ ટ્રેન્ડ હવે માત્ર ટોચના ચાર-પાંચ કલાકારો પૂરતો મર્યાદિત નથી રહ્યો. હોલીવુડના ટોચના 50 સ્ટાર્સમાંથી 80 સ્ટાર્ટ-અપ્સનો અભ્યાસ કર્યા પછી, અમને જાણવા મળ્યું કે, ઘણા કલાકારો વિવિધ ઉદ્યોગોમાં બિઝનેસ કરે છે. ભારતમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેમાં નયનથારા, કૃતિ સેનન (હાઇફન) અને સંજય દત્ત (ધ ગ્લેન વોક) જેવા કલાકારો તેમના વિવિધ વ્યવસાયિક સાહસોમાં અભિનય કરે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp