ક્રિકેટ જ નહીં, બિઝનેસમાં પણ કિંગ છે વિરાટ , આ કંપનીમાં મોટો દાવ

PC: news18.com

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટની પીચ સાથે જ બિઝનેસની ફિલ્ડમાં પણ આગળ છે. તેણે ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે અને હવે તેણે જેમાં રોકાણ કર્યું છે તેવી એક કંપની પોતાનો IPO લાવવા જઇ રહી છે. આપણે અહી વાત કરી રહ્યા છે કે ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ કંપની (Go Digit IPO)ની. આશા છે કે આ ઇશ્યૂ આગામી અઠવાડિયે ઓપન થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ પોતાનો IPO આગામી અઠવાડિયે 15 મેના રોજ રજૂ કરવા પર વિચાર કરી રહી છે. તેની સાઇઝ 1,500 કરોડ રૂપિયા થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને એ હેઠળ કંપની ફ્રેશ શેર સેલના માધ્યમથી 1,250 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન બનાવી રહી છે તો ઓફર ફોર સેલ (OFS)ના માધ્યમથી ગો ડિજિટ 10.94 કરોડ શેરની રજૂઆત કરવાની છે, જેની કિંમત 250 કરોડ રૂપિયા હશે. ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ મોટર, હેલ્થ, ટ્રાવેલ, મરીન, લાયબિલિટી જેવી વિવિધ પ્રકારના ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની રજૂઆત કરે છે.

IPO લાવવા માટે આ કંપનીને માર્ચ 2024માં SEBI તરફથી મંજૂરી આપવામાં આવી હતી. ગો ડિજિટ પોતાનો IPO લાવવા માટે વર્ષ 2022માં પહેલી વખત SEBI પાસે અરજી જમા કરી હતી. જો કે, ત્યારે બજાર નિયામકે તેને લીલી ઝંડી દેખાડી નહોતી. હવે વાત કરીએ વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માના ગો ડિજિટ કંપનીમાં કરવામાં આવેલા રોકાણ બાબતે તો DRHP મુજબ આ સેલિબ્રિટી કપલ કંપનીના સ્ટેક હોલ્ડર્સની લિસ્ટમાં સામેલ છે. વિરાટ કોહલીએ વર્ષ 2020ના ફેબ્રુઆરી મહનમાં કંપનીમાં 75 રૂપિયા પ્રતિ શેરના હિસાબે 2,66,667 સ્ટોક્સ ખરીદ્યા હતા અને તેના માટે તેણે 2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

એ સિવાય તેની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્માએ પણ આ કિંમત પર 66,667 શેરોની ખરીદી કરતા 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ, ICICI સિક્યોરિટીઝ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની, એક્સિસ કેપિટલ, HDFC બૅન્ક, એડલવાઇઝ ફાઇનાન્સ સર્વિસિસ અને IIFL સિક્યોરિટીઝ ગો ડિજિટના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિન્ક ઇનટાઇમ ઈન્ડિયાની આ ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર નિમણૂક કરવામાં આવી છે. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટેડ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp