વોરેન બફેટે આ ભારતીય કંપનીમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું, 600 કરોડ...

PC: axios.com

Paytmના શેર લિસ્ટ થયા બાદ નુકસાન પર છે. નવેમ્બર 2021 બાદથી તેના શેર 42 ટકા કરતા વધુ ડાઉન છે. હવે આ કંપનીમાં પૈસા લગાવનારા દુનિયાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે પોતાના પગલાં પાછળ ખેચી લીધા છે, વોરેન બફેટની બર્કશાયર હેથવેએ ફિનટેક પ્રમુખ કંપની Paytmથી પોતાની આખી હિસ્સેદારી ઓપન માર્કેટના માધ્યમથી 1370 કરોડ રૂપિયામાં વેચી દીધી છે. તેમાં વોરેન બફેટની કંપનીને 600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા મુજબ, બર્કશાયર હેથવે ઇન્કે શુક્રવારે બલ્ક ડીલમાં Paytmના 1.56 કરોડ કરતા વધુ શેર વેંચ્યા, જેની એવરેજ પ્રાઇઝ 877.29 રૂપિયા પ્રતિ શેર છે. એક્સચેન્જ ડેટા મુજબ સપ્ટેમ્બર 2023 સુધી વિજય શેખરની Paytmની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશન્સ લિમિટેડમાં બર્ક શયરની BH ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સની 2.46 ટકાની હિસ્સેદારી હતી. બર્કશાયર હેથવેએ તેમાં 5 વર્ષ અગાઉ રોકાણ કર્યું હતું.

CNBC TV18ના રિપોર્ટ મુજબ, તેમણે Paytmમાં 2,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વર્ષ 2021માં Paytmનો IPO આવ્યો હતો, એ દરમિયાન વોરેન બફેટની કંપનીએ Paytm IPOના માધ્યમથી 220 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. વોરેન બફેટની કંપની તરફથી અત્યારે વેચવામાં આવેલી હિસ્સેદારીમાં કોપ્થોલ મોરીશસ ઇન્વેસ્ટમેન્ટે 75.75 લાખ શેર અને ઘિસાલો માસ્ટર ફંડ LPએ 42.75 લાખ શેર હાંસલ કર્યા, જે Paytmમાં ક્રમશઃ 1.19 ટકા અને 0.67 ટકા હિસ્સેદારી બરાબર છે.

એ 877.20 રૂપિયા પ્રતિ શેર પર ખરીદવામાં આવ્યા છે. અન્ય ખરીદદારોની ડિટેલ સામે આવી નથી. બર્કશાયરના બહાર નીકળવા અગાઉ જાપાની કંપની સોફ્ટબેંક ગ્રુપે (Softbank Group)એ હિસ્સેદારીમાં ઘટાડો કર્યો હતો, જ્યારે ચીનના અલીબાબા ગ્રુપે પોતાની પૂરી હિસ્સેદારી વેચી દીધી. સપ્ટેમ્બરમાં Paytmના CEO વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, તેઓ પોતાની હિસ્સેદારી વધારવા તૈયાર છે. તેઓ Paytmના સૌથી મોટા શેરધારક બની ગયા.

ઉલ્લેખનીય છે કે, Paytm શેર શુક્રવારે 3.08 ટકા ઘટીને 895 રૂપિયા પ્રતિ શેર પર હતા. એક મહિના દરમિયાન તેના શેર 2.35 ટકા પડી ગયા છે. તો IPO આવ્યા બાદ Paytmના શેર 42.66 ટકા ડાઉન જઇ ચૂક્યા છે. જો કે, તેના 6 મહિના દરમિયાન 25 ટકાથી વધુ અને YTD દરમિયાન 68 ટકાનું રિટર્ન આપ્યું છે. તેમાં એક વર્ષ અગાઉ પૈસા લગાવનારાઓને 92.39 ટકા રિટર્ન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp