મુકેશ અંબાણીની દીકરી ઈશાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ વીડિયો

PC: youtube.com

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની ફેમિલી હંમેશાં કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. એકબાજુ મુકેશ અંબાણી પૈસા કમાવવામાં વ્યસ્ત છે, તો તેમનો દીકરો આકાશ અને પત્ની નિતા અંબાણી IPLમા વ્યસ્ત છે, ત્યારે તેમની દીકરી પણ એક ફોટોશૂટમાં વ્યસ્ત છે.

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી હાલમાં જિયોની એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આમ તો ઈશા લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ જ્યારે પણ તેને તક મળે છે તે બોલિવુડ સેલિબ્રિટી સાથે જોવા મળે છે. ખાસ કરીને જિયો ઈવેન્ટ્સમાં તેનો મહત્ત્વનો રોલ હોય છે. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે, રિલાયન્સ જિયોની પ્રોજેક્ટ હેડ છે.

આ સિવાય તે ફેશન પોર્ટલ Ajio પણ સંભાળે છે. 2015મા રિલાયન્સે આ ફેશન પોર્ટલને લોન્ચ કરી હતી, જેની લોન્ચિંગ માટે ઈશાએ સૌથી મોંઘું ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ત્યાર બાદ જ ઈશા અંબાણી ચર્ચામાં આવી હતી. હવે ફરીએકવાર તે પોતાના ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે.

ઈશાએ 2015મા ફેમિના મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp