અમેરિકામાં એવું તે શું થયું કે શેરબજારનો 1000 પોઇન્ટ ઉછળ્યું? 70,000 પોઇન્ટ પાર
BSE અને NSEમાં ગુરુવારે આગઝરતી તેજી જોવા મળી હતી અને ઇન્ડેક્સ અને નિફ્ટીએ ઐતિહાસિક સપાટી પાર કરી દીધી હતી. રોકાણકારોના ચહેરા ગુરુવારે ખીલી ગયા હતા.
ભારતીય શેરબજારમાં ગુરુવારે ફરી એકવાર તોફાની તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સેન્જ (BSE) સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ બજાર બંધ રહ્યું ત્યારે 920 પોઇન્ટનો ઉછાળો હતો. BSE સેન્સેક્સે ફરી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો અને સેન્સેક્સ 70,000ની સપાટીને પાર કરી ગયો હતો. BSEની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઐતિહાસિક 21210.90 ના લેવલ સુધી પહોંચ્યો હતો. ત્યારે રોકાણકારોનોના મનમાં સવાલ છે કે એવું તે શું થયુ કે ઇન્ડેક્સમાં 1000 પોઇન્ટનો ઉછાળો આવી ગયો.
BSE જ્યારે ગુરુવારે સવારે ખુલ્યું ત્યારે શરૂઆતમા જ ઇન્ડેક્સમાં 656 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને એક તબક્કે ઇન્ડેક્સ 1000 પોઇન્ટ પાર કરી ગયો હતો. જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE ઇન્ડેક્સ 929.60 પોઇન્ટના ઉછાળા સાથે 70514.20 પર બંધ રહ્યો હતો. જે એક નવો રેકોર્ડ છે.નિફ્ટી 187 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. નિફ્ટી 256.35 પોઇન્ટના ઉછાળા સાથે 21182.70 પર બંધ રહ્યો હતો.
મુંબઇ શેરબજારમાં ગુરુવારે શરૂઆતની તેજીમાં 1952 શેરો વધવા તરફી રહ્યા હતા જ્યારે 353 શેરો ઘટવા તરફી હતા. 70 શેરો એવા હતા જેમાં કોઇ પણ ફેરફાર જોવા મળ્યો નહોતો.
શેરબજારમાં જે શેરોમાં તોફોની તેજી જોવા મળી તેમાં IRFCનો શેર 12 ટકા વધ્યો હતો. ઉપરાંત ટેક મહિન્દ્રા, એલ એન્ડટી, ઇન્ફોસીસ, એચસીએલ ટેક, બજાજ ફાયનાન્સ, ઇન્ફો એજ, અદાણી ગ્રીન એનર્જિ, DLFનો સમાવેશ થતો હતો. ઉપરાંત સરકારી સિમેન્ટ કંપનીઓના શેરોમાં પણ તેજી જોવા મળી હતી.
હવે ભારતીય શેરબજારમાં આવેલા આ તોફાની ઉછાળા પાછળના કારણોની વાત કરીએ તો છેલ્લું કારણ અમેરિકા તરફથી મળેલા સારા સમાચાર માનવામાં આવે છે. વાસ્તવમાં, યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે બુધવારે પોલીસી રેટમાં કોઇ ફેરફાર જાહેર નહોતા કર્યા. મતલબ કે US ફેડે વ્યાજ દરમાં કોઇ વધાનો નહોતો કર્યો. આ સતત ત્રીજી વખત છે જ્યારે વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા છે, જ્યારે આગામી વર્ષમાં તેમના ઘટાડાની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચારને કારણે શેરબજારમાં ફુલગુલાબી તેજી જોવા મળી હતી. ફેડના નિર્ણયને આવકારતા હોય તેમ બજારમાં લાવ- લાવ શરૂ થઇ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp