UPA સરકારનો એ ટેક્સ જેને 12 વર્ષ બાદ મોદી સરકારે કર્યો ખતમ, જાણો શું થશે ફાયદો

PC: firstpost.com

નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે 2024-25 માટે બજેટ રજૂ કર્યું. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ છે. બજેટમાં ઇનકમ ટેક્સની નવી રીજિમમાં તો બદલાવ થયો છે. તેની સાથે જ એન્જેલ ટેક્સને પણ ખતમ કરી દેવામાં આવ્યો છે, જેથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન મળે. એન્જેલ ટેક્સને 2012માં લાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રણવ મુખર્જી નાણાં મંત્રી હતા. તેને એટલે લાવવામાં આવ્યો હતો, જેથી સ્ટાર્ટઅપમાં રોકાણના માધ્યમથી થનારી મની લોન્ડ્રિંગને રોકી શકાય.

શું હોય છે એન્જેલ ટેક્સ?

એન્જેલ ટેક્સને ઇનકમ ટેક્સ કલમ 56(2) (vii b)માં જોડવામાં આવ્યો છે. જો કોઈ સ્ટાર્ટઅપ એન્જેલ ઈન્વેસ્ટર્સ સાથે ફંડ એકત્ર કરે છે તો તેના પર આ ટેક્સ લાગે છે. જો કે, તેનો અર્થ માત્ર એ ફંડ્સ સાથે છે જે સ્ટાર્ટઅપની ફેર માર્કેટ વેલ્યૂથી વધારે છે. તેને એ રીતે સમજી શકાય છે જ્યારે કોઈ સ્ટાર્ટઅપ કોઈ ઇન્વેસ્ટમેન્ટની રકમ સ્ટાર્ટઅપના શેરોની ફેર માર્કેટ વેલ્યૂથી વધારે હોય છે, તો એવામાં એ સ્ટાર્ટઅપને એન્જેલ ટેક્સ ચૂકવવાનો હોય છે. એમ એટલે કેમ કે શેરની એકસ્ટ્રા કિંમતને આવક માનવામાં આવે છે અને આ રકમ પર ટેક્સ લગાવવામાં આવે છે.

એન્જેલ ઈન્વેસ્ટર્સ તેને કહેવામાં આવે છે જે સ્ટાર્ટઅપમાં ફંડિંગના માધ્યમથી હિસ્સો લે છે. એ સામાન્ય રીતે એવા ઈન્વેસ્ટર્સ હોય છે જે પોતાની પર્સનલ આવકને સ્ટાર્ટઅપ કે નાની કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. ઉદાહરણ તરીકે કોઈ સ્ટાર્ટઅપની ફેર માર્કેટ વેલ્યૂ 50 લાખ રૂપિયા છે અને તે એન્જેલ ઇન્વેસ્ટર્સથી 1 કરોડ રૂપિયા ભેગા કરે છે તો તેણે 50 લાખ રૂપિયા પર ટેક્સ ચૂકવવો પડશે. એન્જેલ ટેક્સ મોટા ભાગે વિવાદોમાં રહ્યો છે. સ્ટાર્ટઅપ શરૂ કરનારા એન્ટરપ્રેન્યોરનો તર્ક છે કે કોઈ સ્ટાર્ટઅપની ફેર માર્કેટ વેલ્યૂ નક્કી કરી શકાય છે.

સ્ટાર્ટઅપ્સનો દાવો છે કે, ફેર માર્કેટ વેલ્યૂ કાઢવા માટે ઍસેસિંગ ઓફિસર્સ ડિસ્કાઉન્ટ કેશ ફ્લોનો ઉપયોગ કરે છે. તેનાથી સ્ટાર્ટઅપ્સને નુકસાન અને ટેક્સ ઓથોરિટીને ફાયદો થાય છે. 2019માં લોકલ સર્કલ્સના એક સર્વેમાં સામે આવ્યું હતું કે 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધી ફંડિંગ એકત્ર કરનારા 73 ટકા સ્ટાર્ટઅપ્સને એન્જેલ ટેક્સ ચૂકવવાની નોટિસ મળી છે. 2019ના સામાન્ય બજેટે એન્જેલ ટેક્સના નિયમોને થોડા સરળ કર્યા હતા. ત્યારે સરાકર ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)માં રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સને એન્જેલ ટેક્સથી છૂટ આપી દીધી હતી.

જો કે, કહેવામાં આવે છે કે આ છૂટ બધા સ્ટાર્ટઅપને મળી નહોતી. માત્ર એવા જ લોકોને તેનથી છૂટ મળી હતી જે ઇન્ટર મિનિસ્ટ્રીયલ બોર્ડ (IMB)થી સર્ટિફાઇડ હતા. IMB હકીકતમાં એક સરકારી બોડી છે, જે નક્કી કરે છે કે કોઈ સ્ટાર્ટઅપ ઇનોવેટિવ છે કે નહીં અને એ આવકવેરા કાયદાનો ફાયદો લેવા માટે યોગ્ય છે કે નહીં. રિપોર્ટ્સ મુજબ, અત્યાર સુધી DPIITમાં 84 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર્ડ છે, પરંતુ તેમાંથી માત્ર 1 ટકા જ IMB સર્ટિફાઇડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp