જાણો શું છે ઈ-વે બિલ, સમજો તેની નવી વ્યવસ્થાને

PC: greengst.com

ગયા વર્ષે જુલાઈમાં GST લાગુ કર્યા પછી તેમાં એક મોટો બદલાવ 1લી એપ્રિલથી થવાનો છે. 1લી એપ્રિલથી ઈ-વે બીલની વ્યવસ્થા શરૂ થઈ જશે. આ નવી વ્યવસ્થાને લીધે લોકોના મનમાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. તો ચાલો સમજી લઈએ શું છે ઈ-વે બીલ અને તેને ક્યારે જનરેટ કરવું પડશે.

શું છે ઈ-વે બીલ

ઈ-વે બીલ એક દસ્તાવેજ છે. આ દસ્તાવેદજ એ લોકો માટે જરૂર છે, જે 50000 રૂપિયાથી વધુની કિંમતનો સામાન અથવા વસ્તુ ટ્રાન્સપોર્ટર દ્વારા સપ્લાઈ કરે છે. આ મતો આ એક રાજ્યથી બીજા રાજ્યમાં આ કિંમતની વસ્તુ અથવા સામાનને ટ્રાન્સપોર્ટ કરવા માટે જરૂરી છે, પરંતુ કેટલાંક રાજ્યોમાં આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટ માટે પણ તે અનિવાર્ય હશે. હાલમાં 50000 રૂપિયાથી વધુ કિંમતનો સામાનના આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ધીરે ધીરે લાગુ પડશે.

ઈ-વે બીલ કેવી રીતે મેળવશો?

ઈ-વે બીલ મેળવવા માટે તમારે ewaybillgst.gov.in પરથી મેળવી શકો છો. જો તમે રજીસ્ટર્ડ વેપારી છો અને તમે 50000થી વધુ કિંમતનો કોઈ સામાન મોકલી રહ્યા છો, તો તમારે આ સાઈટ પરથી Part A નું EWB-01 ફોર્મ ભરવું પડશે. વસ્તુ સપ્લાઈ કરતા પહેલા ઈ-વે બીલ મેળવવું જરૂરી છે. જો સામાન મોકલવાવાળો વેપારી રજીસ્ટર્ડ નથી અને સપ્લાઈ મોકલવાવાળો વેપારી રજીસ્ટર્ડ છે, તો તેણે Part A નું EWB-01 ફોર્મ ભરવું પડશે. જો બંને વેપારીઓ રજીસ્ટર્ડ ના હોય તો સામાનની સપ્લાઈ કરવાવાળા ટ્રાન્સપોર્ટરે આ ફોર્મ ભરવું પડશે.

ટ્રાન્સપોર્ટર કેવી રીતે મેળવી શકશે ઈ-વે બીલ?

જો કોઈ ટ્રાન્સપોર્ટર રજીસ્ટર્ડ નથી, તો તે GST કોમન પોર્ટલ પર પોતાને એનરોલ કરી શકે છે અને પોતાના ક્લાઈન્ટ માટે ઈ-વે બીલ જનરેટ કરી શકે છે. સરકારના જણાવ્યા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ, જે પોતાનો સામાન અથવા વસ્તુ ટ્રાન્સપોર્ટ કરે છે, તે પણ GSTના કોમન પોર્ટલ પર જઈને પોતાને એનરોલ કરીને ઈ-વે બીલ જનરેટ કરી શકે છે.

ઈ-વે બીલ માટે જરૂરી શરતો

ઈ-વે બીલ જનરેટ કરવાની પહેલી શરત એ છે કે વેપારી GST પોર્ટલ પર રજીસ્ટર્ડ હોય. જો ટ્રાન્સપોર્ટર રજીસ્ટર્ડ નથી તો તેનું ઈ-વે બીલ પોર્ટલ https://ewaybillsgst.gov.in પર એનરોલ થયેલું હોવું જરૂરી છે. તેના માટે તેની પાસે ટેક્સ ઈનવોઈસ બીલ અથવા ડિલીવરી ચલણ અને વસ્તુ અથવા સામાન ટ્રાન્સપોર્ટ કરી રહેલા ટ્રાન્સપોર્ટરનું આઈડી હોવું જરૂરી છે. તેની સાથે જ ટ્રાનસપોર્ટર ડોક્યુમેન્ટ નંબર અથવા વ્હેકીલ નંબર હોવો જરૂરી છે.

ઈ-વે બીલમાં કોઈ ભૂલ થાય તો શું

જો ઈ-વે બીલમાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય, તો તેને તમે સુધારી શકશો નહીં. એવી પરિસ્થિતિમાં તમારા જે ઈ-વે હીલમાં ભૂલ થઈ છે તેને કેન્સલ કરવું પડશે અને નવું ઈ-વે બીલ જનરેટ કરવું પડશે.

કંઈ કંઈ વસ્તુઓ માટે ઈ-વે બીલ જરૂરી છે

ઈ-વે બીલ બધા ઉત્પાદકો માટે જરૂરી છે. માત્ર તે ઉત્પાદકો સામેન નહીં થશે, જે નિયમ અને સરકારી જાહેરનામા અંતર્ગત બહાર રાખવામાં આવ્યા છે. સરકારે ક્લીયર કહ્યું છે કે હેન્ડીક્રાફ્ટ સામાન અને જોબ વર્ક માટે મોકલનારા સામાન માટે કેટલીક વિશેષ પરિસ્થિઓમાં સામાનની કિંમત 50000 રૂપિયાથી ઓછી હોવા પર પણ જરૂરી હશે.

ઈ-વે બીલની વેલિડીટી કેટલી છે?

ઈ-વે બીલની વેલિડીટી નક્કી છે. તે એની પર નિર્ભર કરશે કે કોઈ સામાન ક્યાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવવાનો છે. જો સામાન્ય વાહન અને પરિવહન માધ્યમથી તમે કોઈ 50000થી વધુની કિંમતવાળો સામાન 100 કિમી અથવા તેની અંદરના વિસ્તારમાં મોકલો છો, તો ઈ-વે બીલ એક દિવસ માટે માન્ય ગણાશે. ત્યાં જ જો સામાન ઓવર ડાયમેન્શનલ કાર્ગો વ્હીકલથી મોકલવામાં આવી રહ્યો હોય તો, દર 20 કિમીના વિસ્તારમાં જઈ રહેલા સામાન માટે જનરેટ થયેલા ઈ-વે બીલની માન્યતા પણ એક દિવસની રહેશે.

ઈ-વે બીલની વેલિડીટી વધારી શકો છો

ઈ-વે બીલની માન્યતા વધારવામાં વી શકે છે, પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ. સરકારના કાયદા પ્રમાણે પ્રાકૃતિક આપત્તિ, કાયદા વ્યવસ્થાનો મામલો, દુર્ઘટના સહિત અન્ય કેટલાક કારણોને લીધે તેની વેલિડીટી વધારવામાં આવી શકે છે. પરંતુ તે માટે તમારે કારણની સંપુર્ણ જાણકારી આપવી પડશે.

ઈ-વે બીલ પર પણ રજીસ્ટર કરવાનું જરૂરી  છે

દરેક વેપારી જે GST પોર્ટલ પર રજીસ્ટર છે, તેણે પણ ewaybillgst.gov.in પર રજીસ્ટર હોવું જરૂરી છે. તેના માટે વેપારી પોતાના GST નંબરથી ઈ-વે બીલ પોર્ટલ પર પોતાને રજીસ્ટર કરી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp