CNG-PNG રેટની નવી ફોર્મ્યૂલામાં એવું શું છે, જેને કારણે 10 ટકા ભાવો ઘટી શકે છે

PC: indianexpress.com

સરકારે CNG અને PNGની કિંમતો નક્કી કરવા માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. આ પછી દેશમાં CNG અને PNGની કિંમતોમાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. એટલું જ નહીં, હવે 6 મહિનાના બદલે દર મહિને CNG અને PNGના ભાવ નક્કી કરવામાં આવશે.

ઘરો અને વાહનોમાં વપરાતા CNG અને PNGના ભાવ ઘટી શકે છે. કેન્દ્ર સરકારે તેમની કિંમતો નક્કી કરવા માટે એક નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે આ ફોર્મ્યુલાથી CNG અને PNGની કિંમતોમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે. મતલબ, ધારો કે કિંમત રૂ. 80 છે, તો હવે તે 10 ટકા ઘટીને રૂ.72 થઇ જશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ઘરેલું ગેસના ભાવ હવે આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવ્યા છે. હવે ઘરેલું ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના 10 ટકા હશે. એટલું જ નહીં હવે CNG અને PNGના ભાવ દર મહિને નક્કી કરવામાં આવશે. જ્યારે,  આ પહેલા વર્ષમાં બે વખત એટલે કે દર 6 મહિના ભાવ નક્કી કરવામાં આવતા હતા.

અત્યાર સુધી ઘરેલું ગેસના જે ભાવો નક્કી થતા હતા, તેના માટે ઓકટોબર 2014માં ગાઇડલાઇન આવી હતી. જે હેઠળ આંતરરાષ્ટ્રીય બજારના ભાવો પર સ્થાનિક બજારમાં કિંમત નક્કી થતી હતી.

હવે સરકારે આ ગાઇડલાઇનને બદલી નાંથી છે. ઓક્ટોબર 2022માં સરકારે ઘરેલું ગેસની કિંમતો નક્કી કરવા માટે કિરીટ પરીખની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિના સૂચનો પર સરકારે ગાઇડલાઇનમાં સુધારો કર્યો છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે હવે  ઘરેલું ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય હબ ગેસની જગ્યાએ આયાતી ક્રૂડ સાથે જોડી દેવામાં આવી છે અને ઘરેલું ગેસના ભાવ હવે  ઇન્ડિયન ક્રુડ બાસ્કેટની આંતરરાષ્ટ્રીય કિંમતના 10 ટકા જેટલા હશે.

એક ઉદાહરણ તરીકે સમજીએ, ધારો કે ઇન્ડિયન ક્રુડ બાસ્કેટનો ભાવ 85 ડોલર છે, તો ભારતમાં ઘરેલું ગેસની કિંમત 8.5 ડોલર મતલબ કે 85 ડોલરના 10 ટકા હશે. આ કિંમત હવે દર 6 મહિનાને બદલે દર મહિને જાહેર કરવામાં આવશે. ઠાકુરે કહ્યું કે ઘરેલું ગેસની ફ્લોર પ્રાઇસ અને સીલિંગ પ્રાઇસ બંને નક્કી થશે. ફ્લોર પ્રાઇસ 4 ડોલર અને સીલિગં પ્રાઇસ 6.5 ડોલર નક્કી કરવામાં આવી છે. ફ્લોર પ્રાઇસ એટલે ઓછામાં ઓછી કિંમત અને સીલિંગ પ્રાઇસ એટલે વધારેમાં વધારે કિંમત.સીલિગ પ્રાઇસને અત્યારે 2 વર્ષ માટે નક્કી કરવામાં આવી છે. 2 વર્ષ પછી તેની કેપ વધારી દેવામાં આવશે.

નવેમ્બર મહિનાની પહેલી તારીખે જે ગાઇડલાઇન જારી કરવામાં આવી હતી તેમાં થતું એ હતું કે જો વચમાં આંતરારાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધી જાય તો ગેસ કંપનીઓને નુકશાન જતું હતું અને જો ઘટી જાય તો લોકોને નુકશાન થતું હતું, કારણકે, કિંમત પહેલેથી નક્કી કરાયેલી હતી. પરંતુ હવે જે 2 મોટા બદલાવ થયા છે તેને કારણે ગેસ કંપનીઓ અને ગ્રાહકો બંનેને ફાયદો થશે. ફાયદો એ રીત થશે કે હવે આંતરરાષ્ટ્રીય ગેસ હબને બદલે ઇન્ડિયન ક્રુડ બાસ્કેટ પર ભાવ નક્કી થશે. બીજું કારણ એ છે કે ફ્લોર પ્રાઇસ અને સીલિંગ પ્રાઇસ બંને નક્કી કરી દેવામાં આવ્યા છે. તો જો કિંમત કદાચ વધી પણ જાય તો ગેસ કંપનીઓને વધારે નુકશાન નહીં થાય અને જો વધી પણ જાય તો લોકોને નુકશાન નહીં થાય.

અત્યાર સુધીમાં ઘરેલું ગેસના ભાવ દુનિયાના મોટા ટ્રેડીંગ હબથી નક્કી થતા હતા. જેમાં હેનરી હબ, નેશનલ બેલેસિંગ પોઇન્ટર (UK) અને રશિયા, આ ગેસ ટ્રેડીંગ હબની છેલ્લાં 1 વર્ષના ભાવની એવરેજ કાઢવામાં આવતી હતી અને તેને પછી 3 મહિનાના અંતરાલમાં લાગૂ કરવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ઝડપથી વધતા કે ઘટતા હતા અને તેની અસર ગેસના ભાવ પર પડતી હતી. પરંતુ હવે ભારત વિદેશોથી જે ગેસ આયાત કરશે, તેની કિંમતના આધાર પર ઘરેલું ગેસના ભાવ નક્કી થશે.

હાલમાં ઇન્ડિયન ક્રુડ બાસ્કેટની કિંમચ 85 ડોલર પ્રતિ બેરલ છે. જેના 10 ટકા થાય 8.5 ડોલર પ્રતિ બેરલ. પરંતુ સરકારે તેની સીલિંગ પ્રાઇસ 6.5 ડોલર ફિક્સ કરી દીધી છે. અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ઘરેલુ ગેસની ફ્લોર પ્રાઇસ અને સીલિંગ પ્રાઇસ 2 વર્ષ માટે ફિક્સ કરવામાં આવી છે એ પછી 0.25 ડોલર વધારવામાં આવશે.

સરકારના આ નિર્ણયને કારણે દેશભરમાં CNG અને PNGના ભાવોમાં ઘટાડો આવી શકે છે. જેનો સીધેસીધો ફાયદો ગ્રાહકો અને સાથે સાથે ગેસ પર ચાલતી કંપનીઓને થશે. રાજધાની દિલ્હીમાં અત્યારે CNGનો ભાવ 79.59 પ્રતિ કિલો છે, જે ઘટીને73.59 થઇ જશે. એ જ રીતે PNGનો ભાવ53.59 પ્રતિ ક્યુબીક મીટર છે જે ઘટીને 47.59 થઇ શકે છે. એ જ રીતે મુંબઇમાં CNGનો ભાવ 87 રૂપિયા છે જે ઘટીને 79 રૂપિયા થઇ શકે છે અને PNG 54 રૂપિયાથી ઘટીને 49 થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp