એવું તો શું ખાસ છે આ કેળામાં કે જે 52 કરોડમાં વેચાયું!, 7 બિઝનેસમેને લગાવી બોલી
આર્ટવર્કના નામે કંઈક અજુગતું જોવા મળવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ, કરોડો રૂપિયામાં આ વિચિત્ર આર્ટ વર્કનું વેચાણ બધાને ચોંકાવી દે છે. અમેરિકામાં, દિવાલ પર ટેપથી ચીપકાવેલું કેળું 6.2 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 52 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ સિવાય કેટલીક એવી વસ્તુઓ પણ કરોડોમાં વેચાઈ હતી, જેના માટે તમે એક રૂપિયો પણ ચૂકવવા નહિ માંગો.
આર્ટ એટલે કળા...કહેવાય છે કે, તે દરેકની આવડતની વસ્તુ નથી. કારણ કે કંઈક નવું બનાવવા માટે સૌથી અલગ અને કંઇક ખાસ વિચારવું પડે છે. પણ શું થાય જ્યારે કળાના નામે કંઈ પણ જોવા મળી જાય? જેમ કે, દિવાલ પર ચીપકાવેલું એક કેળું કરોડોમાં વેચાઈ ગયું છે. આ સાંભળીને તમને નવાઈ લાગશે, પણ આ બિલકુલ સત્ય છે. હકીકતમાં, અમેરિકાના ન્યુયોર્કમાં ટેપથી ચીપકાવેલા એક કેળા પર બોલી લગાવવામાં આવી હતી. તેને ખરીદવા માટે લોકોમાં હરીફાઈ પણ જોવા મળી હતી, જેઓ કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હતા.
કેળા વિશે આપણે બધા જાણીએ છીએ કે તે ખૂબ જ પૌષ્ટિક ફળ છે. જેમાં વિટામીન અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે, એક કેળાની કિંમત 52 કરોડ રૂપિયા હોઈ શકે છે.
હા, તમે બરાબર વાંચ્યું છે. અમેરિકન શહેર ન્યૂયોર્કમાં એક હરાજી દરમિયાન ચીનના એક બિઝનેસમેને 52 કરોડ રૂપિયામાં એક કેળું ખરીદ્યું.
અહેવાલો અનુસાર, પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કેટલન દ્વારા બનાવવામાં આવેલ એક અનોખું આર્ટ વર્ક, જેમાં દિવાલ પર એક તાજું કેળું ચીપકાવવામાં આવ્યું હતું, બુધવારે એક હરાજીમાં રૂ. 52 કરોડ (6.2 મિલિયન ડૉલર)માં વેચાયું હતું.
આ કળાને 'કોમેડિયન' નામ આપવામાં આવ્યું છે અને તેને એક ક્રિપ્ટોકરન્સી બિઝનેસમેને ખરીદ્યું છે. વર્ષ 2019માં જ્યારે આ આર્ટ શો પહેલીવાર યોજાયો ત્યારે તેના પર ભારે વિવાદ થયો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું તેને કળા ગણવી જોઈએ.
કેળામાંથી બનેલી આ કળાને સિલ્વર ડક્ટ ટેપની મદદથી દિવાલ પર ચોંટાડવામાં આવી છે. હરાજીમાં કુલ સાત સંભવિત ખરીદદારો હતા. બિડિંગ પહેલાં 1-1.5 મિલિયન ડૉલરની માર્ગદર્શિકાની કિંમત બહાર પાડવામાં આવી હતી. ચીનમાં જન્મેલા ક્રિપ્ટોના સ્થાપક જસ્ટિન સને હરાજી દરમિયાન તેને ખરીદવા માટે 60 લાખથી વધુ રકમ ચૂકવી હતી. પાંચ વર્ષ પહેલાં, આ જ કલા માટે 120,000 ડૉલરની બોલી લગાવવામાં આવી હતી.
બ્રોકરેજ ફર્મ સોથેબીએ આ કેળાને ખરીદનાર બિઝનેસમેન સનને ઉલ્લેખીને લખ્યું છે કે, 'આ માત્ર એક કળા નથી, પરંતુ તે કલા, મેમ્સ અને ક્રિપ્ટોકરન્સી સમુદાય વચ્ચેના સાંસ્કૃતિક સેતુનું પ્રતિનિધિત્વ કરે છે. સોથેબીના નિવેદનમાં સનએ જણાવ્યું હતું કે, 'મને વિશ્વાસ છે કે, આ કલા ભવિષ્યમાં વધુ વિચાર અને ચર્ચાને પ્રેરણા આપશે અને ઇતિહાસનો એક ભાગ બની જશે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp