હવે શું? આજે પણ શેરબજારમાં આવ્યો જોરદાર કડાકો, નિવેશકોને 5 લાખ કરોડનું નુકસાન
ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ શુભ સાબિત થયો નથી. બંને બજાર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂત ઉછાળા સાથે વેપારની શરૂઆત કરી હતી, પરંતુ બજાર બંધ થતાં સુધીમાં આ પ્રારંભિક ઉછાળો મોટા ઘટાડામાં ફેરવાઈ ગયો હતો. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 820 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. દરમિયાન HDFC બેંક, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ સહિત અનેક મોટી કંપનીઓના શેર તૂટ્યા હતા. આ મોટા ઘટાડા સાથે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો છે.
મંગળવારે શેરબજારની શરૂઆત મજબૂત તેજી સાથે થઈ હતી. લીલી લાઈનમાં ખુલ્યા પછી, BSE સેન્સેક્સ 290 પોઈન્ટથી વધુ ઉછળ્યો અને પછી અચાનક આ બજારનો ઉછાળો મોટા ઘટાડામાં ફેરવાઈ ગયો. બપોરે 12 વાગ્યા સુધીમાં BSE ઈન્ડેક્સ 500 પોઈન્ટ હતો, જ્યારે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 820 પોઈન્ટ્સ અથવા 1.03 ટકાના તીવ્ર ઘટાડા સાથે 78,675.18ના સ્તરે બંધ થયો હતો.
જો આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો, તેની હાલત પણ સેન્સેક્સ જેવી હતી. મજબૂત શરૂઆત થયા પછી આ ઈન્ડેક્સ પણ ઘટવા લાગ્યો અને ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી-50 300થી વધુ પોઈન્ટ લપસી ગયો અને 23,839.15ના સ્તરને સ્પર્શ્યો. જો કે બજાર બંધ થતાં સુધીમાં ઘટાડાની ગતિ થોડી ધીમી પડી હતી, તેમ છતાં NSE નિફ્ટી 257.85 પોઈન્ટ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે 23,883.45ના સ્તરે બંધ થયો હતો.
હવે બજારના તીવ્ર અને અચાનક ઘટાડા પાછળ મહત્વની ભૂમિકા ભજવનાર મોટી કંપનીઓના શેરની વાત કરીએ તો, BSEની 30માંથી 24 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આ લાર્જકેપ કંપનીઓમાં NTPC શેર 3.06 ટકા, HDFC બેંક શેર 2.73 ટકા, એશિયન પેઇન્ટ્સ શેર 2.65 ટકા, SBI શેર 2.52 ટકા અને ટાટા મોટર્સ શેર 2.46 ટકા નીચે લપસીને બંધ રહ્યો હતો.
અન્ય મોટી કંપનીઓમાં JSW સ્ટીલ શેર (2.28 ટકા), મારુતિ શેર (2.27 ટકા), પાવરગ્રીડ શેર (2.12 ટકા), અદાણી પોર્ટ્સ શેર (2.02 ટકા) અને બજાજ ફાઇનાન્સ શેર (1.98 ટકા) લાલ નિશાન સાથે બંધ રહ્યો હતો.
અન્ય લાર્જ કેપ શેરોમાં નેસ્લે, કોટક બેંક, એક્સિસ બેંક, HUL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ITC, ટાટા સ્ટીલ, ટાઇટન, TCS, ભારતી એરટેલ, HCL અને ઇન્ડસઇન્ડ બેંકનો પણ સમાવેશ થાય છે. જ્યારે મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓ વિશે વાત કરીએ તો, વ્હર્લપૂલ શેર 7.33 ટકા, રિલેક્સો શેર 5.95 ટકા, સુઝલોન શેર 4.44 ટકા, BHEL શેર 3.78 ટકા અને Paytm શેર 3.71 ટકા લાલ નિશાન સાથે બંધ રહ્યો હતો.
સ્મોલકેપ કેટેગરીમાં સૌથી વધુ ઘટેલા શેરોમાં, BASF શેર 14.83 ટકા ઘટ્યો, જ્યારે Globusspr શેરમાં 12.79 ટકાનો ઘટાડો નોંધાયો. આ સિવાય ITI લિમિટેડનો શેર પણ મોટા ઘટાડા સાથે બંધ થયો, આ શેર 9.85 ટકા ઘટીને રૂ. 295.15 પર બંધ થયો. બીજી તરફ, IIFL સિક્યોરિટીઝ શેર અને બજાજ કન્ઝ્યુમર શેર 8.16 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારના શેરમાં નાણાકીય રોકાણ કરતા પહેલા તમે તમારા બજાર નિષ્ણાતોની સલાહ અવશ્ય લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp