અમેરિકાની કોર્ટના લાંચના આરોપમાં હવે અદાણી પાસે કયા રસ્તા બચ્યા છે?

PC: navjivanindia.com

અમેરિકાના પ્રોસીક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે ગૌતમ અદાણી અને તેમની કંપનીના  અધિકારીઓએ અદાણી ગ્રીન એનર્જિ પ્રોજેક્ટ અને સોલાર એનર્જિ સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2200 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આના માટે ન્યુયોર્ક સ્ટોક માર્કેટ લિસ્ટેડ કંપનીના ભૂતપૂર્વ  અધિકારીઓ સાથે મળીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અદાણી ગ્રુપે નિવેદન આપીને આરોપોનો ઇન્કાર કર્યો હતો. હવે અદાણી પાસે શું વિકલ્પો બચ્યા છે? 

અદાણી આરોપોને કોર્ટમાં પડકારી શકશે અને જામીન અને ધરપકડ રોકવા માટે માંગ કરી શકશે.ન્યુયોર્ક કોર્ટમાં હવે આરોપો પર દલીલ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે કેસ રદ કરવાની સત્તા છે અને અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન છે. જો કે જો બાઇડને પોતાના સગા પુત્ર હંટર બાઇડન સામેનો કેસ પણ રદ કર્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp