જેમની પાસે બેંક ખાતું નથી, તેઓ 2000 રૂપિયાની નોટ ક્યાં અને કેવી રીતે બદલી શકશે?

PC: aajtak.in

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે 2000 રૂપિયાની ગુલાબી નોટો પર મોટો નિર્ણય લીધો અને તેને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી. જોકે, રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે રૂ. 2000ની નોટો માન્ય રહેશે અને અન્ય મૂલ્યોની નોટો માટે સરળતાથી બદલી શકાશે. આ માટે તારીખ પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ હજુ પણ 2000 રૂપિયાની નોટને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઘૂમી રહ્યા છે. આમાંથી એક એ છે કે, જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ 2000 રૂપિયાની નોટ કેવી રીતે બદલી શકશે? 

RBIએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંક પાસેથી બદલવી પડશે. આ માટે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો ગ્રાહકોને આપવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે. 

હવે સવાલ એ છે કે, શું કોઈપણ ગ્રાહક એ જ બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકે છે જેમાં તેનું ખાતું છે? રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે, નોટ બદલવાની સુવિધા મફતમાં મળશે. 

20 હજાર રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટ એક સમયે બદલાશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે 'ક્લીન નોટ પોલિસી' હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ RBI ધીમે ધીમે બજારમાંથી રૂપિયા  2000ની નોટો પાછી ખેંચી લેશે. સરકારી આંકડાઓ અનુસાર, હાલમાં 3.62 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે. પરંતુ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. 

RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે, જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. આ સમયમર્યાદા પૂરી થયા પછી RBI ના માધ્યમથી બદલી શકાય છે. 30 સપ્ટેમ્બર પછી, 2000 રૂપિયાની નોટો બેંકોમાં બદલી અથવા જમા કરાવી શકાશે નહીં. 

RBIએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp