એ લોકો કોણ છે જે 9330 કરોડની 2000ની નોટો દબાવીને બેઠા છે? હવે શું થશે?

PC: enavabharat.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લગભગ 8 મહિના પહેલા દેશમાં 2000 રૂપિયાની ગુલાબી નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી બજારમાં હાજર 100 ટકા નોટ પાછી આવી નથી. RBIએ 2000 રૂપિયાની આ નોટોને લઈને અપડેટ બહાર પાડ્યું છે અને આ આંકડાઓ અનુસાર, દેશમાં લોકો હજુ પણ 9,330 કરોડ રૂપિયાની ગુલાબી નોટો દબાવીને બેઠા છે.

વર્ષ 2024ના પહેલા દિવસે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. 2000ની નોટો અંગે અપડેટ બહાર પાડતી વખતે RBIએ જણાવ્યું હતું કે, પ્રતિબંધ પછી, 97.38 ટકા નોટ પાછી આવી છે. ગયા વર્ષે, 19 મે, 2023ના રોજ, કુલ 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો બજારમાં ચલણમાં હતી, જ્યારે 29 ડિસેમ્બર, 2023ના રોજ, આ આંકડો ઘટીને માત્ર 9,330 કરોડ રૂપિયા પર આવી ગયો છે. આ મુજબ ડિસેમ્બરના અંત સુધી પણ 2.62 ટકા ગુલાબી નોટ ચલણમાં ચાલુ હતી.

ક્લીન નોટ પોલિસી હેઠળ, રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની રૂ. 2000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, કેન્દ્રીય બેંકે સ્થાનિક બેંકો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે, આ પછી આ સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર 2023 કરવામાં આવી હતી.

આ તારીખ પછી રહી ગયેલી રૂ. 2000ની નોટો માટે, RBIએ 8 ઓક્ટોબર, 2023થી રિઝર્વ બેન્કની ઓફિસમાં એક્સચેન્જની સુવિધા ચાલુ રાખી છે. એટલું જ નહીં, સેન્ટ્રલ બેંકે સ્પષ્ટતા કરી છે કે, ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ રૂ. 2000ની ગુલાબી નોટો કાયદેસરની છે અને તે 19 RBI ઓફિસોમાં ઉપલબ્ધ છે, જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ તેમાં જવા ઉપરાંત, જનતા આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટના માધ્યમથી જમા કરાવી શકે છે.

નવેમ્બર 2016માં સરકારે ચલણમાં રહેલી રૂ. 5,00 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધા પછી સેન્ટ્રલ બેન્કે રૂ. 2,000 મૂલ્યની નોટો રજૂ કરી હતી. આ પછી, પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી, 2,000 રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય પૂરો થઇ ગયો હતો. RBIએ જણાવ્યું હતું કે, તેથી 2018-19માં રૂ. 2,000ની બેંક નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp