કોણ છે માધબી પુરી બુચ અને ધવલ બુચ? હિંડનબર્ગના ખુલાસા બાદ ચર્ચામાં છે બંને નામ
અદાણી ગ્રુપ પર નાણાકીય અનિયમિતતાઓના આરોપ લગાવનારી રિસર્ચ કંપની હિંડનબર્ગે હવે નવો ખુલાસો કર્યો છે. તેણે દાવો કર્યો છે કે SEBIના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બૂચની મોરીશસની ઓફશોર કંપની ગ્લોબલ ડાઇનામિક ઓપોર્ચૂનિટી ફંડમાં હિસ્સેદારી છે. હિંડનબર્ગે દાવો કર્યો કે આ કંપનીમાં ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીને અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. આરોપ છે કે આ પૈસાઓનો ઉપયોગ જ શેરોના ભાવોમાં તેજી લાવવા માટે કરવામાં આવ્યો. હાલમાં આ આરોપો પર SEBI તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
હિંડનબર્ગનો આરોપ છે કે અદાણી કેસની તપાસની જવાબદારી SEBI ચીફ માધબી પુરી બુચ પર જ હતી, જ્યારે તેમની કંપનીમાં વિનોદ અદાણીએ ભારે ભરકમ રોકાણ કર્યું હતું. તો આવો જાણીએ કે કોણ છે માધબી પુરી બુચ અને ધવલ બુચ, જેમના નામ ચર્ચામાં છે.
કોણ છે માધબી પુરી બુચ:
2 માર્ચ 2022ના રોજ માધબી પુરી બુચે SEBIના ચેરપર્સન પદની જવાબદારી સંભાળી હતી. આ અગાઉ SEBIના પૂર્ણકાલીન સભ્ય રહ્યા હતા અને બજાર નિયમન, રોકાણ વ્યાવસ્થાપન અને IT સંબંધિત વિભાગોમાં કામકાજ જોતા હતા. માધબી પુરી બુચે શાંઘાઇના ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સલાહકાર તરીકે અને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ગ્રેટર પેસિફિક કેપિટલ સિંગાપુરના હેડ તરીકે કામ કરી ચૂક્યા છે. માધબી પુરી બુચ ICICI સિક્યોરિટીઝના MD અને CEO રહેવા સાથે જ ICICI બેન્કના બોર્ડમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટરનું પદ પણ સંભાળી ચૂક્યા છે. માધબી પુરી બુચે IIM અમદાવાદથી MBA અને નવી દિલ્હીની સેંટ સ્ટિફન્સ કૉલેજથી મેથેમેટિક્સમાં ડિગ્રી હાંસલ કરી છે.
કોણ છે ધવલ બુચ?
ધવલ બુચ, SEBI ચેરપર્સન માધબી બુચના પતિ છે અને હાલમાં બ્લેકસ્ટોન અને અલ્વારેજ એન્ડ માર્શલ કંપનીમાં વરિષ્ઠ સલાહકાર છે. તેઓ ગિલ્ડનના બોર્ડમાં ગેર કાર્યકારી નિર્દેશકનું પદ પણ સંભાળી ચૂક્યા છે. ધવલ બુચે IIT દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક્ની ડિગ્રી હાંસલ કરી છે. ધવલ બુચ યુનિલીવરમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર અને કંપનીના મુખ્ય અધિગ્રહણ અધિકારીની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. બુચને અધિગ્રહણ અને સપ્લાઈ ચેનના ક્ષેત્રમાં ગાઢ રુચિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp