કોણ છે હિંડનબર્ગના ફાઉન્ડર નાથન એન્ડરસન? જેના રિપોર્ટથી અદાણી ગ્રુપ ધરાશાયી થયું

PC: freepressjournal.in

એશિયાના સૌથી અમીર અને વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીને એક નેગેટિવ રિપોર્ટે ખૂબ જ મોટી ખોટ કરાવી છે. અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં 24મી જાન્યુઆરી 2023 પછી એવો જોરદાર કડાકો આવ્યો કે એક ઝાટકામાં ગૌતમ અદાણી સંપત્તિથી લગભગ 6 અબજ ડોલ ધોવાઇ ગયા છે. જોકે, આ રિપોર્ટમાં જે મોટા સવાલ ઉઠાવવામાં આવ્યા છે, તેના પર અદાણી ગ્રુપે સફાઇ આપી છે અને આરયા પારની લડાઇ લડવાની તૈયારી કરી રહ્યા છે.

સૌથી પહેલા વાત કરી લઇએ કે, અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની, જેની નેગેટિવ રિપોર્ટે ઉથલ પાથલ મચાવી છે. તેના ફાઉન્ડર નાથન એન્ડરસન છે. યુનિવર્સિટી ઓફ કનેક્ટીકટથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કરનારા એન્ડરસને એક ડેટા કંપની ફેક્ટસેટ રિસર્ચ સિસ્ટમ્સથી કરિયરની શરૂઆત કરી હતી. જ્યાં તેમનું કામ ઇનવેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે સંબંધિત હતું. પછી તેમણે વર્ષ 2017માં પોતાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ ફર્મ શરૂ કરી હતી.

હિંડનબર્ગ રિસર્ચ એક ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ છે જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝનું વિશ્લેષણ કરે છે. હિંડનબર્ગમાં કોઇ પણ કંપનીમાં થઇ રહેલી ગડબડનું વિષ્લેષણ કરીને એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને પછી તેને પબ્લિશ કરવામાં આવે છે. તેમાં એકાઉન્ટિંગમાં ગડબડ, મેનેજમેન્ટના સ્તર પર ખામિઓ અને અનડિસ્ક્લોઝ્ડ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન જેવા કરાકો પર વિશેષ રીતે ધ્યાન આપવામાં આવે છે. તે પ્રોફિટ કમાવા માટે ટાર્ગેટ કંપની વિરૂદ્ધ બેટ લગાવે છે. ફર્મની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે, તે મેન મેઇડ ડિઝાસ્ટર પર નજર રાખે છે.

હિંડનબર્ગ કંપનીને આ નામ 6ઠ્ઠી મે, 1937માં ન્યુ જર્સીની માન્ચેસ્ટર ટાઉનશિપમાં થયેલા હિંડનબર્ગ એરશિપ એક્સિડન્ટના નામ પર આપવામાં આવ્યું છે. વર્ષ 2017માં પોતાની શરૂઆત બાદ અત્યાર સુધી આ ફર્મ લગભગ 16 કંપનીઓમાં કથિત ગડબડ સંબંધિત મોટા ખુલાસા કરી ચૂકી છે. ટ્વિટરને લઇને તેનો રિપોર્ટ પણ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. હિંડનબર્ગ કોર્પોરેટ વર્લ્ડમાં દરેક ખોટા કામોનો ટ્રેક રેકોર્ડ રાખે છે અને પછી આ કંપનીઓને શોર્ટ કરે છે. આ ફર્મને પ્રોફિટ પણ આ ટાર્ગેટ કંપનીઓ વિરૂદ્ધ બેટ લગાવીને જ મળે છે. હવે હિંડનબર્ગે એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીને લઇને પોતાનો રિસર્ચ રિપોર્ટ સામે મૂક્યો છે.

હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડર નાથન એન્ડરસન પહેલા ઇઝરાયેલમાં એમ્બુયલન્સ ડ્રાઇવર પણ રહી ચૂક્યા છે. તેઓ હેરી માર્કપોલોસને પોતાનો રોલ મોડલ માને છે, જે એક એનાલિસ્ટ છે અને બર્ની મેડોફની ફ્રોડ સ્કીમનો પર્દાફાશ કરવા માટે ઓળખાય છે. અદાણી ગ્રુપને લઇને આવેલા એન્ડરસનના રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રુપની દરેક કંપનીઓની લોન પર સવાલ ઉભા થયા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગ્રુપની 7 પ્રમુખ કંપનીઓ જે શેર માર્કેટમાં લિસ્ટેડ છે, તેમાં 85 ટકાથી વધારે ઓવરવેલ્યુડ છે. હિંડનબર્ગ રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલ કર્યા છે.

આ રિસર્ચ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના ઇનવેસ્ટર્સના સેન્ટિમેન્ટ પર વિપરિત અસર પડી છે અને તેના કારણે દરેક કંપનીઓ શેરોમાં જોરદાર કડાકો આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ ગયા બુધવારે અદાણીની કંપનીઓના શેરોએ 6થી 7 ટકા સુધી ડૂબકી મારી હતી અને તેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ થઇ હતી.

રિપોર્ટ આવ્યા બાદ જ્યાં તેમણે એક જ દિવસમાં 6 અબજ ડોલરની મોટી રકમ ગુમાવી દીધી હતી. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે પણ તેમાં કડાકો જોવા મળ્યો છે. જ્યારે ગયા બે કારોબારી દિવસની વાત કરીએ તો અદાણી ગ્રુપના શેરોની માર્કેટ વેલ્યુ 2.37 લાખ કરોડ રૂપિયા ઓછી થઇ ગઇ છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપના 10 શેરોનું માર્કેટ કેપ 24મી જાન્યુઆરીના રોજ 19.20 લાખ કરોડ રૂપિયાથી 12 ટકા તુટીને 16.83 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે.

સવારે 9.50 વાગ્યા સુધી અદાણી ટ્રાન્સમિશનનો સ્ટોક 12.23 ટકા એટલે કે, 308 રૂપિયા તુટીને 2209.75ના સ્તર પર પહોંચી ગયો હતો. જ્યારે અદાણી ટોટલ ગેસનો શેર 14.31 ટકા તુટીને 3136.35ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. તેના સિવાય અદાણી ગ્રીન એનર્જીનો શેર 8.22 ટકા તુટીને 1705 રૂપિયા પર, અદાણી પોર્ટ્સનો શેર 2.34 ટકા તુટીને 696 રૂપિયા પર, અદાણી પાવરનો શેર 5 ટકા તુટીને 247.95 રૂપિયા, અદાણી વિલ્મરનો સ્ટોક 5 ટકા તુટીને 516.85 રૂપિયા, અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 2.20 ટકાના કડાકા સાથે 2.20 ટકાના કડાકા સાથે 3314.25 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો.

નાથન એન્ડરસનના આ નેગેટિવ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓને લઇને ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં પોતાની સફાઇ આપતા રિસર્ચ ફર્મને આડે હાથ લાધા છે. અદાણી ગ્રુપ તરફથી એક સ્ટેટમેન્ટ આપતા હિંડનબર્ગ વિરૂદ્ધ કાયદાકીય લડાઇની તૈયારીની વાત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરીના રોજ જારી સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, આ દુર્ભાવનાપૂર્ણ સંયોજન છે. તેના પ્રકાશિત થયા બાદ અમારા શેરહોલ્ડર્સ અને ઇવેસ્ટર્સના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર થઇ છે. તેની અસરના કારણે ગ્રુપની કંપનોના શેરોમાં જોરદાર કડાકો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp