કોણ છે નોએલ, જેમને ટાટા ટ્રસ્ટની કમાન સોંપવામાં આવી
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે નિધન થયું અને ગુરુવારે તેઓ પંચમહાભૂતમાં વિલિન થઇ ગયા. શુક્રવારે ટાટા ગ્રુપની બોર્ડ મિટીંગ મળી હતી અને સર્વાનુમતે નિર્ણય લેવાયો કે ટાટા ટ્રસ્ટના ચેરમેનની કમાન નોએલ ટાટાને સોંપવામાં આવે.
નોએલ ટાટા એ રતન ટાટાના સાવકા ભાઇ છે. રતન ટાટાના પિતા નવલ ટાટાએ બીજા લગ્ન સિમોન સાથે કર્યા હતા અને નોએલ ટાટા સિમોનના દીકરા છે. નોએલ ટાટા વર્ષોથી ટાટા ગ્રુપમાં મોટી જવાબદારી સંભાળી રહ્યા છે.
નોએલ ટાટા અત્યારે વોલ્ટાસ, ટ્રેન્ટ લિમિટેડ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને ટાટા ઇન્ટરનેશનલના ચેરમેન છે. ઉપરાંત તેઓ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્ર્સ્ટના પણ ચેરમેન છે. ટાટા ગ્રુપમાં ટાટા ટ્રસ્ટની હિસ્સેદારી 66 ટકા છે, 18 ટકા મિસ્ત્રી ફેમિલી પાસે છે, 13 ટકા ટાટા ગ્રુપની કંપની પાસે અને 2.6 ટકા અન્ય પાસે હિસ્સેદારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp