મુકેશ અંબાણીના ખોળામાં આ છોકરી કોણ છે? જેને રમાડવા નીતા અંબાણી પણ ઉત્સુક

PC: navbharattimes.indiatimes.com

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં એક છોકરીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચી લીધું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખિયા મુકેશ અંબાણી તેને ખોળામાં લઈને રમાડતા નજરે પડ્યા. છોકરી પર મુકેશ અંબાણી ખૂબ લાડ લડાવતા નજરે પડ્યા. મેહફિલમા બધા કેમેરા, એ પળને કેદ કરવા માટે એ તરફ જ ફરી ગયા. મુકેશ અંબાણીની પત્ની નીતા પણ આ છોકરીને રમાડવા ઉત્સુક નજરે પડી.

આ છોકરી કોઈ બીજી નહીં, પરંતુ મુકેશની પૌત્રી આદિયા શક્તિ છે. આદિયા શક્તિ ઈશા અંબાણી અને આનંદ પિરામલની દીકરી છે. બંનેને નવેમ્બર 2022માં જોડિયા બાળકો થયા હતા. ઇશાના પુત્રનું નામ કૃષ્ણા છે. મુકેશ અંબાણી અનંતના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પોતાની પૌત્રી આદિયા શક્તિ સાથે સમય વિતાવતા નજરે પડ્યા. જામનગરમાં આયોજિત 3 દિવસીય કાર્યક્રમમાં અનંત અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટ પોતાના પરિવારો સાથે બોલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેન અને સ્પોર્ટ્સ સ્ટાર્સ સહિત દેશ-દુનિયાની જાણીતી હસ્તીઓને હોસ્ટ કરી રહ્યા છે.

અનેક મહેમાનો વચ્ચે પણ મુકેશ અંબાણી આદિયા શક્તિ સાથે સમય કાઢવામાં અસફળ રહ્યા. આદિયા સાથે મુકેશની ઘણી હૃદય સ્પર્શી તસવીરો સામે સામે આવી છે. એક તસવીર મુકેશ અંબાણી છોકરી પર લાડ લડાવતા નજરે પડે છે. તો અન્ય એક તસવીરમાં મુકેશ આદિયાને પકડીને ખૂબ હસી રહ્યા છે. આદિયાએ વાઘના પ્રિંટવાળો ક્રીમ ફ્રૉક પહેર્યો છે. જ્યારે બિઝનેસ ટાઈકુને સફેદ શર્ટ ઉપર લાલ સદરી પહેરી રાખી હતી.

ઈશા અંબાણી અને આનંદ પિરામલે નવેમ્બર 2022માં પોતાના જોડિયા બાળકોનું સ્વાગત કર્યું હતું. ગયા વર્ષે કપલે બંને બાળકોનો પહેલો જન્મદિવસ મનાવ્યો હતો. તેમાં શાહરુખ ખાન, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરીના કૈફ, અનન્યા પાંડે, આદિત્ય રૉય કપૂર, કરિશ્મા કપૂર અને કરણ જોહર સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સને પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. અનંતના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન ઈશાએ જામનગર ફંક્શનમાં સામેલ થવા માટે બધા મહેમાનોનો આભાર માન્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp