કોણ બનશે વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર?નવા રિપોર્ટમાં ઈલોન મસ્ક-ગૌતમ અદાણી અંગે દાવો
ઇલોન મસ્ક હાલમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. મસ્ક, એક અબજોપતિ ઉદ્યોગપતિ કે જેઓ તેમની વ્યવસાયિક વ્યૂહરચનાઓને કારણે સતત સમાચારોમાં રહે છે, તે 2027 સુધીમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બનવાના માર્ગે છે. વિશ્વના અબજોપતિઓની સંપત્તિ પર નજર રાખતી ઈન્ફોર્મા કનેક્ટ એકેડમીના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
એલોન મસ્ક વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના CEO છે. આ સિવાય મસ્કની પોતાની ખાનગી રોકેટ કંપની પણ છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પણ હસ્તગત કર્યું છે. ઇન્ફોર્મા કનેક્ટ એકેડમી અનુસાર, મસ્કની સંપત્તિ વાર્ષિક સરેરાશ 110 ટકાના દરે વધી રહી છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્ક હાલમાં 237 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નંબર 1 પર છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મસ્ક પછી ટ્રિલિયોનેરનો દરજ્જો મેળવનાર બીજા બિઝનેસમેન ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હોઈ શકે છે.
અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ હાલમાં વાર્ષિક સરેરાશ 123 ટકાના દરે વધી રહી છે અને જો સંપત્તિમાં વૃદ્ધિની ગતિ ચાલુ રહેશે તો 2028 સુધીમાં અદાણી વિશ્વની બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ બની જશે. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 7,14,460 કરોડ રૂપિયા (85.5 બિલિયન ડૉલર) છે.
સૌથી મહત્વની વાત એ છે કે, વિશાળ બિઝનેસ સામ્રાજ્ય હોવા છતાં, ગૌતમ અદાણીએ નાણાકીય વર્ષ 2023-24માં 79.26 કરોડ રૂપિયાનો પગાર લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માત્ર 8 કંપનીઓની માર્કેટ કેપ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી છે. તેમાં માઇક્રોસોફ્ટ, એપલ, એનવીડિયા, આલ્ફાબેટ, એમેઝોન, સાઉદી અરામકો, મેટાનો સમાવેશ થાય છે. તાજેતરમાં, વોરેન બફેની માલિકીની બર્કશાયર હેથવે પણ ટ્રિલિયન ડૉલર ક્લબમાં પ્રવેશી છે.
રિપોર્ટ અનુસાર, ટ્રિલિયોનેર્સની યાદીમાં ત્રીજી એન્ટ્રી ચિપ અને સેમિકન્ડક્ટર જાયન્ટ Nvidiaના CEO જેન્સેન હુઆંગની હોઈ શકે છે. હાલમાં, હુઆંગ વિશ્વના સૌથી મોટા અબજોપતિઓની યાદીમાં 18મા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ 90 બિલિયન ડૉલર છે.
રિપોર્ટમાં મેટાના CEO માર્ક ઝકરબર્ગને પણ ટ્રિલિયોનેર્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓ આગામી 6 વર્ષમાં એટલે કે 2030માં ટ્રિલિયોનેર્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મસ્કે તાજેતરમાં નવેમ્બરમાં યોજાનારી US પ્રમુખપદની ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp