ભારત આવી રહી છે Whoop કંપની, કોહલી પણ છે તેની ફિટનેસ બેન્ડનો ફેન, શું છે ખાસ

PC: twitter.com

Whoop.. આ નામ થોડા સમય અગાઉ સુધી નવું હતું, પરંતુ ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની સેમીફાઇનલમાં એ ખૂબ ચર્ચામાં આવ્યું. સેમીફાઇનલમાં વિરાટ કોહલીએ વન-ડે મેચમાં સૌથી વધુ સદીનો સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી દીધો. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ આ બેન્ડ પહેરી રાખ્યું હતું અને ત્યાંથી જ તેની ચર્ચા ભારતમાં શરૂ થઈ. જ્યારે ચર્ચા શરૂ થઈ તો સવાલ ઉઠ્યો કે શું એ ભારતમાં ઉપલબ્ધ છે? પરંતુ કંપની ભારતમાં તેને વેચતી નથી. Whoopના CEO વિલ અહમદે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. આ વાતચીતમાં તેમણે Whoopને લઈને ભારતના પ્લાન્સ શેર કર્યા છે. આવો જાણીએ વિલ અહમદે શું કહ્યું.

દુનિયાના ટોપ એથલીટ્સ જેમ કે માઇકલ ફેલ્પ્સ, લિબ્રાન જેમ્સ અને વિરાટ કોહલી સહિત ઘણા ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ તેને પહેરે છે. Whoop બેન્ડ બીજા કોઈ પણ ફિટનેસ બેન્ડ્સથી આ છે. વિલ અહમદે જણાવ્યું કે, આગામી વર્ષે ભારતમાં આ બેન્ડને લોન્ચ કરવાના છે. જો કે, તેમણે તેને લોન્ચ કરવાની તારીખ ન કહી. તેમણે એ જરૂર કહ્યું કે, ભારતને લઈને તેમના કેટલાક સ્પેશિયલ પ્લાન છે. વોચ જેવુ દેખાતું આ બેન્ડ ઘણા એક્સક્લૂઝિવ ફીચર્સ સાથે આવે છે. રસપ્રદ એ છે કે તેમાં કોઈ ડિસ્પ્લે નથી. આ બેન્ડ બોડી રિકવર પર ફોકસ કરે છે એટલે કે યુઝરને જણાવે છે કે તે પરફોર્મન્સ માટે કેટલો રેડી છે.

એવું શું છે Whoopમાં ખાસ?

આ એક એવું ફિટનેસ બેન્ડ છે જે ન માત્ર તમને સ્પષ્ટ ડેટા આપે છે, પરંતુ કેટલાક એવા ફીચર્સ પણ ઉપલબ્ધ કરાવે છે જે બીજા બેન્ડ્સમાં મળતા નથી. તેમાં ન તો કોઈ ડિસ્પ્લે લાગી છે અને તેને ચાર્જ કરવાની રીત પણ ખૂબ અલગ છે. તેને 24/7 કાંડા પર પહેરી શકાય છે. અહી સુધી કે પહેરીને જ ચાર્જ પણ કરી શકાય છે. ચાર્જિંગ માટે ખાસ પ્રકારનું અટેચમેન્ટ આપવામાં આવે છે જે તમારી કલાઈ પર પહેરેલા બેન્ડમાં અટેચ કરી શકાય છે એટલે કે તેને કાઢીને ચાર્જ કરવાની જરૂરિયાત હોતી નથી.

Whoopની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. વિલ અહમદ તેના CEO અને ફાઉન્ડર છે. કંપનીએ પોતાની પહેલી પ્રોડક્ટ વર્ષ 2015માં જ લોન્ચ કરી હતી, જેનું નામ Whoop 1.0 હતું. વર્ષ 2023 સુધીમાં કંપનીએ Whoop 4.0 લોન્ચ કરી દીધી છે. હાલમાં જ કંપનીએ OpenAI સાથે પણ પાર્ટનરશિપ કરી છે, જે હેઠળ યુઝર્સને Whoop Coachની સર્વિસ મળે છે. બીજા ફિટનેસ ટ્રેકર્સના ડેટા સ્પષ્ટ હોતા નથી, પરંતુ Whoop Band યુઝર્સને સ્પષ્ટ ડેટા આપવાનો દાવો કરે છે.

કંપની મુજબ બેન્ડ 99 ટકા સુધી એક્યૂરેટ ડેટા આપે છે. તેમાં ન માત્ર ટ્રેકિંગની સુવિધા મળે છે, પરંતુ રિયલ ટાઇમ સ્ટ્રેસ સ્કોર પણ બતાવે છે. સાથે જ તમને એ રિકવરી રેટ પણ બતાવે છે. વિલ અહમદે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, Whoop બેન્ડનો ફિટનેસ ડેટા સાયન્ટિફિકલી પ્રૂવેન પણ છે. કંપની ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટસ સાથે મળીને કામ કરે છે જેથી રિકવરી અને હેલ્થ ડેટા સ્પષ્ટ રહે. સામાન્ય રીતે ફિટનેસ ટ્રેકર કે સ્માર્ટ વૉચનો ફિટનેસ ડેટાને ડૉક્ટર્સ માનતા નથી કેમ કે એ સાયન્ટિફિકલી પ્રૂવેન હોતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp