ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ કેમ કહ્યુ કે, આ બાબતે હું ખોટો આદર્શવાદી હતો

PC: livemint.com

સપ્તાહમાં 70 દિવસ કામ કરવાનું નિવેદન આપીને ચર્ચામાં આવેલા ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને મોડે મોડે સમજાયું કે આ વાતમાં હું ખોટા આદર્શવાદી હતા.

ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું છે કે પરિવારને કંપનીથી અલગ રાખવું એ મારો ખોટો નિર્ણય હતો. તેમણે કહ્યું કે, તે વખતે મને લાગતું હતું કે કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ એ છે કે પરિવારને તેમાં સામેલ ન કરવો જોઈએ. કારણ કે તે જમાનામાં મોટા ભાગના ધંધા પરિવારના હતા, જેમાં પરિવારના બાળકો આવીને કંપની ચલાવતા હતા. આમાં કોર્પોરેટ નિયમોનું ઘોર ઉલ્લંઘન હતું.

એક બિઝનેસ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નારાયણ મૂર્તિએ આ વાત કહી. તેમણે કહ્યું કે તેઓ માને છે કે તેમની પત્ની સુધા મૂર્તિ કંપનીના અન્ય સહ-સ્થાપકોની તુલનામાં વધુ સક્ષમ છે. પરંતુ, તેમણે ક્યારેય સુધાને કંપનીમાં જોડાવાની પરવાનગી આપી ન હતી. આ સાથે તેમણે અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપતા નિવેદનનો પણ બચાવ કર્યો હતો.

નારાયણ મૂર્તિએ કહ્યું કે,થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ ફિલોસોફીના કેટલાક પ્રોફેસરો સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમને આ ભૂલનો અહેસાસ થયો હતો. પ્રોફેસરોએ તેમને કહ્યું હતું કે કંપનીમાં પરિવારને સામેલ ન કરવા એ તમારી ભૂલ હતી.મૂર્તિએ કહ્યું કે તે દિવસોમાં હું જે કરતો હતો તે મને આદર્શવાદી લાગતું હતું. પણ હવે લાગે છે કે હું ખોટો આદર્શવાદી હતો.

મૂર્તિને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર રોહન મૂર્તિ હાર્વર્ડમાં સ્કોલર છે. જો તેઓ તમને કાલે ઈન્ફોસિસમાં જોડાવાનું કહે તો તમે શું કરશો? આના જવાબમાં મૂર્તિએ કહ્યું કે, રોહન મારા કરતા વધારે કડક છે. તે ક્યારેય એવું કહેશે નહીં. રોહન મૂર્તિ 40 વર્ષના છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી Ph.d કર્યું છે. તે એક સોફ્ટવેર ફર્મના માલિક પણ છે. તેમની કંપની ડેટા પ્રોસેસિંગનું કામ કરે છે.

નારાયણ મૂર્તિએ 1981માં ભારતની બીજી સૌથી મોટી ટેક કંપની ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને 2002 સુધી તેઓ કંપનીના CEO હતા. આ પછી, તેઓ 2002 થી 2006 સુધી બોર્ડના અધ્યક્ષ હતા. ઓગસ્ટ 2011માં, મૂર્તિએ કંપનીમાંથી ચેરમેન એમેરિટસના પદ સાથે નિવૃત્ત થયા. જો કે, ફરી એકવાર તેઓ 2013 માં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીમાં પ્રવેશ્યા. આ સમય દરમિયાન તેમનો પુત્ર રોહન મૂર્તિ તેમના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો.

નારાયણ મૂર્તિના દિકરી અક્ષતા બ્રિટનના વડાપ્રધાન રૂષી સૂનકના પત્ની છે. એ રીતે સૂનક નારાયણ મૂર્તિના જમાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp