રીહાન્ના ભારત કેમ આવી? જામનગરમાં શો ઉપરાંત અંબાણીની કંપની સાથે પણ આ જોડાણ છે
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈ 2024ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અગાઉ, 1 માર્ચથી 3 માર્ચ સુધી, અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઇવેન્ટ ગુજરાતના જામનગરમાં થઈ હતી, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. ભારત અને વિદેશની પ્રખ્યાત હસ્તીઓએ તેમાં ભાગ લીધો હતો, જેમાં વૈશ્વિક પોપ ગાયિકા રીહાન્નાનો પણ સમાવેશ થાય છે, જેમના અભિનયથી અંબાણીના પારિવારિક કાર્યક્રમની શોભા સૌથી વધુ શાનદાર થઇ ગઈ હતી. અહેવાલો અનુસાર, તેને ભારે ફી આપીને જામનગર બોલાવવામાં આવી હતી, પરંતુ આ એકમાત્ર કારણ નથી કે, રીહાન્ના શો માટે ભારત પહોંચી. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ તેમનું મોટું બિઝનેસ કનેક્શન છે.
રિહાનાના નામને કોઈ ઓળખની જરૂર નથી, આ અબજોપતિ સિંગર તેના શો માટે ખૂબ મોટી ફી વસુલ કરે છે. રિહાન્નાને અનંત-રાધિકા પ્રી-વેડિંગ ઈવેન્ટમાં તેના સ્ટેજ શો માટે અંબાણીએ લગભગ 74 કરોડ રૂપિયા આપ્યા છે. રિહાન્ના વિશ્વની સૌથી મોંઘી પોપ ગાયિકાઓમાંની એક છે અને તેની કુલ સંપત્તિ અંદાજે 1.4 બિલિયન ડોલર છે. જેમાં, તેમના સ્ટેજ શોની આવક સાથે, તેની ક્રેડિટ પણ પોતાની કંપનીમાં થતી આવકનો મોટો ભાગ બનાવે છે.
મુકેશ અંબાણીના ફેમિલી ફંક્શનમાં રિહાનાની એન્ટ્રીને લઈને મોટાભાગના લોકો એવું વિચારતા હશે કે, તેણે ભારતમાં આ પરફોર્મન્સ કરોડો રૂપિયાની આટલી મોટી ફી માટે જ આપ્યું છે. પરંતુ માત્ર ફી જ નહીં પરંતુ અંબાણી સાથે રિહાનાનું બિઝનેસ કનેક્શન પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે. ખરેખર, અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ, જે ભારતની સૌથી મોટી રિટેલ સેલર છે, તે પણ રિહાના સાથે જોડાયેલી છે. જેમ કે બતાવવામાં આવ્યું છે કે, પોપ સ્ટાર રીહાન્નાની નેટવર્થનો મોટો હિસ્સો તેની કંપની ફેન્ટી બ્યુટીની આવકમાંથી આવે છે, તે કંપની રિલાયન્સના સહારે ભારતમાં તેનો બિઝનેસ કરી રહી છે.
રીહાન્ના ફેન્ટી બ્યુટી કોસ્મેટિક ઉત્પાદનોની વૈભવી શ્રેણી ઓફર કરે છે અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ, ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટની કંપની LVMH સાથે સહયોગમાં બિઝનેસ કરે છે. રીહાન્નાની ફેન્ટી બ્યુટી લાઇનમાં 91 કોસ્મેટિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે ફક્ત LVMHના સેફોરા સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. ફેન્ટી બ્યુટી પ્રોડક્ટ્સ હાલમાં સમગ્ર U.S., કેનેડા, મેક્સિકો, ફ્રાન્સ, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન, થાઈલેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર તેમજ ભારતમાં સેફોરા સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. દેશમાં સેફોરા સ્ટોર્સ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે.
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે ગયા વર્ષે નવેમ્બર 2023માં તેના રિટેલ બિઝનેસનું વિસ્તરણ કરતી વખતે અરવિંદ ફેશન નામની અન્ય એક ગુજરાત સ્થિત ફેશન કંપનીનો સમાવેશ કર્યો હતો. રિલાયન્સે અરવિંદ ફેશનની બ્યુટી બ્રાન્ડ ડિવિઝન ખરીદી હતી. ખાસ વાત એ છે કે, હવે રિલાયન્સ દ્વારા સંચાલિત અરવિંદ ફેશનના બ્યુટી બ્રાન્ડ વિભાગમાં સેફોરા સ્ટોર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અધિગ્રહણ હેઠળ, રિલાયન્સે અરવિંદ ફેશન પાસેથી ભારતમાં 26 સેફોરા સ્ટોર્સ હસ્તગત કર્યા હતા, જેમાં રિહાન્નાની કંપનીના ઉત્પાદનો પણ વેચાય છે.
તે સ્પષ્ટ છે કે, પોપ સ્ટાર રિહાન્નાની કંપનીના ઉત્પાદનો ફક્ત ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની મદદથી ભારતમાં બિઝનેસ કરે છે. ભારતમાં બ્યુટી પ્રોડક્ટ્સનું માર્કેટ અને માંગ પણ સતત વધી રહી છે. યુરોમોનિટર ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ, ભારતનું સૌંદર્ય બજાર 2018માં 12.3 બિલિયન ડૉલરથી વધીને 2022 સુધીમાં 15 બિલિયન ડૉલરથી વધુ થવાની ધારણા છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, વર્ષ 2025 સુધીમાં તે વધીને 17.4 બિલિયન ડૉલર થઈ શકે છે. લોકો લક્ઝરી બ્યુટી બ્રાન્ડ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે અને સેફોરા સ્ટોર્સમાં ભારે માંગ છે, જ્યાં M.A.C, NARS અને SMASHBOX જેવી પ્રખ્યાત બ્રાન્ડની સાથે રિહાન્ના ફેન્ટી બ્યુટી પ્રોડક્ટ્સ પણ પોતાનું સ્થાન ધરાવે છે.
ફેન્ટી બ્યુટી, રીહાન્નાની કંપનીનું નામ પોપ સ્ટારના આખા નામ પરથી લેવામાં આવ્યું છે. હા, રીહાનાનું આખું નામ રોબિન રીહાન્ના ફેન્ટી છે. આ બ્યુટી બ્રાન્ડ કંપનીને વર્ષ 2017માં બર્નાર્ડ આર્નોલ્ટની કંપની LVMH સાથે મળીને લોન્ચ કરવામાં આવી હતી. તેની પ્રોડક્ટ્સ LMVHના સેફોરા સ્ટોર્સ પર જ વેચાય છે. આર્નોલ્ટની કંપનીએ આ કંપનીમાં 50.01 ટકા હિસ્સા માટે લગભગ 35 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp