આજે અચાનક કેમ 16 ટકા સુધી તૂટ્યા આ કંપનીના શેર?

PC: thehindubusinessline.com

લોંગ વિકેન્ડ દરમિયાન એક કંપનીને લઈને નેગેટિવ સમાચાર સામે આવ્યા છે, ત્યારબાદ જ્યારે મંગળવારે માર્કેટ ખૂલી તો આ કંપનીના શેરોમાં કડાકો બોલી ગયો. ઇન્ટ્રાડે દરમિયાન શેર 16 ટકા કરતા વધારે તૂટી ચૂક્યા હતા. જો કે, કંપનીએ તેને લઈને સ્પષ્ટીકરણ પણ જાહેર કર્યું છે, છતા શેરોમાં વેચાણનો દબાવ છે. આ કંપની Som Distilleries and Breweries Ltd છે, જે દારૂ બનાવે છે. સોમવારે મધ્ય પ્રદેશ પોલીસે જણાવ્યું કે, સરકારની બાળ અધિકાર એજન્સીની જાહેરાત બાદ તેમણે ભારતની Som Distilleries and Breweries Ltdની તપાસ શરૂ કરી હતી, જેમાં બાળકો ડિસ્ટિલરી પ્લાન્ટમાં કામ કરતા જોવા મળ્યા હતા.

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ (NCPCR)ના તપાસના આદેશ એક દિવસ બાદ જ કંપનીના પ્લાન્ટમાં 50 કરતા વધુ બાળકો મળ્યા. NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ શનિવારે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી કે દારૂ બનાવવામાં 50 કરતા વધુ બાળકો કામ કરતા જોવા મળ્યા, જેમાંથી 20 છોકરીઓ પણ સામેલ હતી. તેમણે કહ્યું કે, કેમિકલના કારણે ઘણા બાળકોના હાથોની ત્વચા પણ સળગી ગઈ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, મામલો ખૂબ ગંભીર છે અને દોષીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

તો એક પોલીસ અધિકારીએ કહ્યું કે, રવિવારે કિશોર ન્યાય અને બંધુઆ શ્રમ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મંગળવારે શરૂઆતી કારોબારમાં Som Distilleries and Breweries Ltdના શેર 16 ટકા તૂટી ગયા. આજે શેર 124.62 રૂપિયાના ગત બંધની તુલનામાં 105 રૂપિયા પર ખૂલ્યા. એક મહિનામાં આ શેર 6 ટકા તૂટ્યા છે. તો 3 મહિનામાં શેરોમાં 20 ટકાની તેજી આવી છે. 3 વર્ષમાં આ શેરે 500 ટકાનું રિટર્ન આપ્યું છે.

કંપનીએ શું કહ્યું?

કંપનીએ એક્સચેન્જ પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ મામલો Som Distilleries and Breweries Ltd સાથે સંબંધિત નથી, પરંતુ અમારી સહયોગી પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલો છે. આ કંપની મુખ્ય રૂપે દારૂનો બિઝનેસ કરે છે. કંપનીએ આગળ સ્પષ્ટ કર્યું કે, સહયોગી કંપની માટે શ્રમિકોની સપ્લાઈ કોન્ટ્રાક્ટર કરે છે. આ કોન્ટ્રાક્ટરોની ભૂલ હોય શકે છે, જેમણે એ કંપનીમાં કામ કરવાની મંજૂરી આપનાર શ્રમિકોની ઉચિત ઉંમરની તપાસ ન કરાવી હોય. કંપનીએ અત્યાર સુધી અધિકારીઓનો પૂરો સહયોગ કર્યો છે અને આગળ પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp