PM આવ્યા છતા સુરત ડાયમંડ બુર્સના કવરેજમાં મીડિયા કેમ નિરસ રહ્યું?

દુનિયાના સૌથી ઉંચા બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સના ઐતિહાસિક ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવા છતા સુરતના મીડિયામાં જોઇ એટલું કવરેજ જોવા મળ્યું નહોતું. ત્યારે શહેરના સામાન્ય લોકોમાં એવી ચર્ચા છે કે મીડિયા કેમ નિરસ રહ્યું?

સુરતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી ઇવેન્ટ થઇ હશે. આ ઇવેન્ટમાં 40,000થી વધારે લોકો આવ્યા હતા અને ગરીમાપૂર્ણ સમારંભ રહ્યો હતો. સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા હોય તો નેશનલ મીડિયા પણ મોટું કવરેજ કરતું હોય છે, પરંતુ નેશનલ મીડિયા અને સ્થાનિક મીડિયામાં  PMના કદ પ્રમાણેનું મહત્ત્વ નહોતું દેખાયું.

જાણકારોનું કહેવું છે કે, સુરત ડાયમંડ બુર્સના સંચાલકોએ કદાચ એવું માની લીધું હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે એટલે મીડિયા જાતે જ કવરેજ કરશે. બીજું કે સુરત ડાયમંડ બુર્સના હોદ્દોદારો સુરતના મીડિયાને ભાજીમૂળા જ ગણે છે. જરૂર પડે ત્યારે મીડિયાને યાદ કરે, પરંતુ તેઓ મીડિયાને ગણતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp