ફેબ્રુઆરીમાં નિફ્ટી 23000 સુધી નહીં જાય,ક્યાલના મતે આ કંપનીઓમાં થશે શાનદાર કમાણી

PC: moneycontrol.com

હાઇ લેવલ થઈ રહેલા કન્સોલિડેશન અને નફા વસૂલીને જોતા એવું લાગતું નથી કે નિફ્ટી 50 ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં 23,000ને સ્પર્શી શકશે. આ વાતો વેવ્સ સ્ટ્રેટેજી એડવાઇઝર્સના ફાઉન્ડર અને CEO, CMT આશિષ ક્યાલે કહી છે. તેમનું માનવું છે કે જો નિફ્ટીમાં 21,550નું સ્તર તૂટે છે તો ઇન્ડેક્સમાં 21,098 ગેન સ્તર સુધી થોડા વેચાણનો દબાવ દેખાઈ શકે છે. તો જો નિફ્ટી 22,120થી ઉપર ક્લોઝ થવામાં સફળ રહે છે તો અહીથી બજારમાં વધુ તેજી જોવા મળી શકે છે.

આશિષ ક્યાલનું કહેવું છે કે, સ્ટોક્સમાં SMS ફાર્મા મજબૂત અને આકર્ષક દેખાઈ રહ્યું છે. બ્રેકઆઉટ સાથે વોલ્યૂમમાં ભારે વધારો સ્ટોકમાં ટ્રેન્ડના સંકેત આપી રહ્યા છે. સ્ટોક માટે 133 રૂપિયા પર તાત્કાલિક સપોર્ટ છે. 152 રૂપિયાથી ઉપર જવા પર તેમાં 170 રૂપિયા સ્તર વધવાની સંભાવના છે. ભારત ડાયનેમિક્સનો ચાર્ટ પેટર્ન પણ તેજીનો સંકેત આપી રહ્યું છે. સ્ટોક 26 ડિસેમ્બર 2023થી એક રેન્જમાં કામ કરી રહ્યો હતો. હાલમાં જ સ્ટોકે ટ્રેડિંગ રેન્જનું બ્રેકઆઉટ આપ્યું છે જે મજબૂતીના સંકેત આપી રહ્યા છે. વોલ્યૂમની લીડ પણ તેજીના ટ્રેન્ડની પુષ્ટિ કરી રહ્યું છે. તેની સાથે MACDએ પણ એક તેજીનું ક્રોસઓવર આપ્યું છે.

આ એ વાતના સંકેત છે કે, આગામી કેટલાક કારોબારી સત્રોમાં તેજી ચાલુ રહી શકે છે. સ્ટોક માટે 1740 રૂપિયાના સ્તર પર તાત્કાલિક સપોર્ટ છે. 1,880 રૂપિયા ઉપર જવા પર તેમાં 1,980 રૂપિયાના સ્તર જોવા મળી શકે છે. બજાર પર વાત કરતા તેમણે કહ્યું કે, 22,000 અંકની નજીક પહોંચ્યા બાદ નિફ્ટીમાં ગભરાટના સંકેત છે. 22,120થી ઉપર જવાના પ્રયાસ થયા, પરંતુ નિફ્ટી તેના ઉપર બંધ થવામાં નિષ્ફળ રહ્યું. એ સિવાય ઇન્ડેક્સના ડેલી રેન્જમાં લીડ દેખાવાની શરૂ થઈ ગઈ છે. આ ટ્રેડર્સના વિશ્વાસ ગુમાવવાના સંકેત છે.

બજેટ બાદ નિફ્ટી અને બેંક નિફ્ટી જોવા મળ્યું છે. ઑક્ટોબર 2023માં બનેલા 18,838ના નીચલા સ્તરથી અમે જે મજબૂત તેજી જોઈ છે, ત્યારબાદ કન્સોલિડેશન કે શોર્ટ ટર્મ કરેક્શનની સંભાવના દેખાઈ રહી છે. નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 21,550 નજીક છે. તો ઉપર તરફ 22,120ના સ્તર પર રેજીસ્ટેન્ટ છે. નિફ્ટી આપણને આ જ દાયરામાં ફરતો નજરે પડી શકે છે. બજારની દિશા સ્પષ્ટ થવા માટે ઉપર કે નીચે કોઈ પણ તરફ આ રેન્જ તૂટવાની જરૂરિયાત છે.

હાઇ લેવલ પર થઈ રહેલા કન્સોલિડેશન અને નફા વસૂલીને જોતા એમ લાગતું નથી કે નિફ્ટી 50 ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં 23,000ને સ્પર્શી શકશે. જો નિફ્ટીમાં 21,550નું સ્તર તૂટે છે તો ઇન્ડેક્સમાં 21,098 ગેન સ્તર સુધી કંઈક વેચાણનો દબાવ નજરે પડી શકે છે. તો જો નિફ્ટી 22,120 થી ઉપર ક્લોઝ થવાના સફળ રહે છે તો અહીથી બજારમાં વધુ તેજી જોવા મળી શકે છે. ચાર્ટ અને ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન આંકડાઓને જોતા સોમવારે બેંક નિફ્ટી માટે તમારી શું રણનીતિ હશે?  તેના જવાબમાં આશિષ ક્યાલે કહ્યું કે, વિકલી ટાઈમ ફ્રેમ પર બેંક નિફ્ટી 46,500-44,500ના મોટા રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. ગત સત્ર (9 ફેબ્રુઆરી)એ બેંક નિફ્ટી 1.38 ટકાની લીડ સાથે બુલિશ કેન્ડલ બનાવીને બંધ થયા હતા.

એવામાં 45,972ના સ્તર પર સ્થિત મિડલ બોલિંગર બેન્ડ રેજિસ્ટેન્સના રૂપમાં કામ કરી શકે છે. ડેરિવેટિવ આંકડાઓથી એ વાતની પણ પુષ્ટિ થઈ રહી છે કે 46,000નું સ્તર મજબૂત રેજિસ્ટેન્સના રૂપમાં કર્યા કરી શકે છે કેમ કે 46,000ના કોલમાં 48.94 લાખનું હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે અને 45,000નું સ્તર સપોર્ટના રૂપમાં કાર્ય કરી શકે છે કેમ કે 45,000 પુટમાં 34.11 લાખનું હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે. સક્ષેપમાં બેંક નિફ્ટી સાઇડવેઝ દેખાઈ રહ્યું. 45,500થી નીચેનો બ્રેક તેને 45,000 સુધી નીચે ખેચાઈ શકે છે. ત્યારબાદ એ 44,700 સુધી પડી શકે છે. જો કે, 46,000થી ઉપરનું ક્લોઝિંગ મળવા પર સ્ટોકમાં 46,400 સુધીનું પુલબેક જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp