શું કોન્સોલિડેશન વચ્ચે Bank Nifty 51000ના સ્તરને બચાવશે,નિફ્ટી 24000ને પાર થશે?

PC: nse.com

નિફ્ટી 50એ તેનું કરેક્શન સતત ચાલુ રાખ્યું અને 8 નવેમ્બરના રોજ સતત બીજા ટ્રેડિંગ સેશન માટે દૈનિક સમયમર્યાદા પર બિયરિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી. ઇન્ડેક્સ તેની ટૂંકાથી મધ્યમ ગાળાની મૂવિંગ એવરેજથી નીચે રહ્યો, જે એક નકારાત્મક સંકેત આપે છે. હવે નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 24,000 પર દેખાઈ રહ્યો છે. તે પછી આગામી મોટો સપોર્ટ 23800 પર છે. જો ઇન્ડેક્સ આ સ્તરથી નીચે આવે છે, તો તે ચાર્ટનું માળખું નબળું પાડશે. જોકે, નિષ્ણાતો કહે છે કે, 24,500ની ઉપરની સપાટી પર મોટી અડચણ બનાવની સંભાવના છે. બેન્ક નિફ્ટીએ 52,000 તરફ પાછા જવા માટે 51,000નો બચાવ કરવો પડશે. પરંતુ આમ કરવામાં નિષ્ફળ જવાથી વેચાણનું દબાણ વધી શકે છે.

શુક્રવારે નિફ્ટી 51 પોઈન્ટના ઘટાડા સાથે 24,148 પર બંધ થયો હતો. જ્યારે બેન્ક નિફ્ટી 355 પોઈન્ટ ઘટીને 51,561 પર બંધ રહ્યો હતો. બજારનો ટ્રેન્ડ રીંછની તરફેણમાં રહ્યો હતો, જેમાં NSE પર 1,762 શેર ઘટી રહ્યા હતા, જ્યારે 718 શેર વધી રહ્યા હતા.

નિફ્ટી આઉટલુક અને સ્ટ્રેટેજી: એન્જલ વનના ઓશો ક્રિષ્ના કહે છે કે, નિફ્ટી માટે 24,400, 24,500 પર પ્રતિકાર અને 24,000, 23,800 પર સપોર્ટ છે. 24,000-23,900ની આસપાસના ઘટાડા પર નિફ્ટી ખરીદો, 23,800 પર સ્ટોપ-લોસ રાખો અને 24,400-24,500ના સ્તરે નફો બુક કરો.

HDFC સિક્યોરિટીઝના નાગરાજ શેટ્ટીનું કહેવું છે કે, નિફ્ટી માટે 24,250, 24,500 પર પ્રતિકાર અને 23,800, 23,500 પર સપોર્ટ છે. નિફ્ટી 23,800ની નજીક ઘટવા પર ખરીદો, 23,700 પર સ્ટોપ-લોસ રાખો, લક્ષ્ય 24,000 રાખો.

એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પલવિયા કહે છે કે, નિફ્ટી માટે 24,300, 24,500 પર રેઝિસ્ટન્સ અને 23,900, 23,700 પર સપોર્ટ છે. નિફ્ટી 24,250ની આસપાસ વેચો, 24,350 પર સ્ટોપલોસ રાખો અને 23,700 પર લક્ષ્ય રાખો.

બેંક નિફ્ટી-આઉટલુક અને પોઝિશનિંગ: એન્જલ વનના ઓશો ક્રિષ્ના કહે છે કે, બેંક નિફ્ટી માટે 52,000, 52,400 પર પ્રતિકાર અને 51,100, 51,000 પર સપોર્ટ છે. બેન્ક નિફ્ટીને 51,100-51,000 આસપાસ ખરીદો, 50,800 પર સ્ટોપલોસ રાખો, સંભવિત લક્ષ્ય 52,000 છે.

HDFC સિક્યોરિટીઝના નાગરાજ શેટ્ટી કહે છે કે, બેન્ક નિફ્ટી માટે 52,000, 52,500 પર પ્રતિકાર અને 51,000, 50,400 પર સપોર્ટ છે. બેન્ક નિફ્ટીને 51,000ની નજીકના ઘટાડા પર ખરીદો, 50,700 પર સ્ટોપ-લોસ રાખો અને 51,500નું લક્ષ્ય રાખો.

એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પાલવિયા કહે છે કે, બેન્ક નિફ્ટી માટે 51,800, 52,000 પર રેઝિસ્ટન્સ અને 51,350, 51,150 પર સપોર્ટ છે. બેંક નિફ્ટીને 51,800ની આસપાસ વેચો, 52,000 પર સ્ટોપ લોસ અને 51,300 પર લક્ષ્ય રાખો.

નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ નક્કી કરતા પહેલા તમારા પ્રમાણિત નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp