માત્ર 13,500 રૂપિયામાં કરો દિલ્હીથી ન્યૂયોર્કની હવાઈ મુસાફરી

PC: coloringthemap.com

પશ્ચિમના દેશોની યાત્રા કરનારા લાખો ભારતીયો માટે રાહતભરી ખબર છે. દેશમાં એક નવી એરલાઈન આવી છે, જે સસ્તી હવાઈ સફર કરાવશે. આઈસલેન્ડની વોવ એર નામની આ એરલાઈન્સ ભારતથી અમેરિકા માત્ર 13500 રૂપિયામાં લઈ જશે.

આ ઉડાણ આઈસલેન્ડની રાજધાની રેક્ઝાવિક થઈને ન્યૂ યોર્ક જશે. તેની શરૂઆત વર્ષના અંતમાં 7 ડિસેમ્બરથી થશે. એરલાઈન્સના મુખ્ય અધિકારી સ્કૂલી મોગોનસને દિલ્હીમાં એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે, વોવ એરના એરબસ એ330નિઓની ટિકીટ એમિરેટ્સ એરલાઈનની ટિકીટથી અડધા ભાવે મળશે. આ ભાડું શરૂઆતમાં ગ્રાહકોને લોભિત કરવા માટે નથી.

મોગનસને વધુમાં કહ્યું હતું કેસ જો તમે ભારતથી ઉત્તર અમેરિકા જનારી ફ્લાઈટ્સને જોશો, તો તે સીધી આઈસલેન્ડ થઈને જાય છે. તેવામાં આઈસલેન્ડ ભારત અને ઉત્તર અમેરિકાના ટ્રાફિક માટે આ સૌથી સારું કેન્દ્ર છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલમાં લોકો લંડન, દુબઈ, ફ્રેન્કફર્ટ અને એમ્સટર્ડેમ થઈને સફર કરતા હોય છે. તેની તુલનામાં આઈસલેન્ડ સૌથી સારી કનેક્ટિવીટી કેન્દ્ર છે. વોવ એર લાંબા સમયથી એમિરેટ્સ અને ઈતિહાદ એરવેઝ જેવીએરલાઈન્સના દબદબામાં રહેવાવાળા માર્કેટમાં તેમનાથી આગળ નીકળવા માચે ઉત્સુક છે. તેવામાં વાઉવ એરને ઝડપથી વધી રહેલા એવિએશન માર્કેટમાં શરૂઆતી લાભ પણ મળી શકે છે.

મેક માય ટ્રિપના એક એજન્ટના કહેવા પ્રમાણે, મિડલ ઈસ્ટર્ન કેરિયર સામાન્ય રીતે 15 જૂને ભઆરતથી અમેરિકા જનારી સૌથી સસ્તી ફ્લાઈટ ઓફર કરે છે. ટર્કીશ એરલાઈન સૌથી સસ્તું એટલે કે 430 ડોલર એટલે કે આશરે 28000 રૂપિયામાં ટિકીટ ઓફર કરે છે. જેમાં ઈસ્તાનબુલનું સ્ટોપ આવે છે.

વાઉવ એરલાઈનની ઓફર્સ

નવી દિલ્હીથી રેક્ઝાવિક સુધીનો પહોંચવામાં આશેર સાડા 10 કલાકનો સમય અને બે કલાક પછી આશરે સાડા 5 કલાક ન્યૂ યોર્ક પહોંચવામાં થશે. 365 સીટવાળા વિમાનમાં 42 સીટ પ્રિમીયમ કેટેગરીની હશે. પ્રિમીયમ ક્લાસની અમુક સીટને છોડીને બધી સીટ માટે એક લેપટોપ સાઈઝ બેગ સિવાય અન્ય સામાનનો અલગથી ચાર્જ લાગશે. યુરોપીય શહેરો સાથે જોડાવા સિવાય આ એર લાઈન ભારતથી બોસ્ટન, લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો સહિત ઉત્તર અમેરિકાના 15 શહેરો માટે પણ સર્વિસ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp