આ CEOના હાયરિંગની રીત વાયરલ, ‘સેલેરી પર વાત નહીં, જેટલી ઇચ્છા એટલી...’
નોકરી કરવા માટે કોઇ કારણ હોય શકે છે, પરંતુ તેમાં સૌથી મોટું કારણ સેલેરી હોય છે. કોઇ ઉમેદવારના જોબ રિક્રૂટમેન્ટ પ્રોસેસમાં સૌથી કોમ્પ્લેક્સ પ્રોસેસ સેલેરી નેગોસિએશન જ થાય છે. કેટલીક વખત આ પ્રોસેસમાંથી પસાર થયા બાદ ઉમેદવારને મન પસંદની સેલેરી મળી જાય છે અને ઘણી વખત એમ થતું નથી, પરંતુ શું તમે વિચાર્યું છે કે ભારતમાં કોઇ એવી પણ કંપની છે કે સેલેરી નેગોસિએશન જેવો રાઉન્ડ જ રાખતી નથી?
બેંગ્લોરના એક CEOએ લિંક્ડઇન પર જણાવ્યું કે, તેમણે પોતાની કંપનીની હાયરિંગ પ્રોસેસમાંથી સેલેરી નેગોસિએશન પૂરી રીતે હટાવી દીધું છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવાર સાથે સેલેરી પર વાતચીત કેમ નથી કરતા અને ઉમેદવારોને તેમણે માગેલી પૂરી રકમ કેમ આપે છે. આ પોસ્ટ લિંક્ડ ઇન પર બેંગ્લોર સ્થિત કંપની Zokoના સહ-સંસ્થાપક અને CEO અર્જૂન વી. પૉલ દ્વારા શેર કરવામાં આવી છે. આવો તો આ આર્ટિકલમાં આગળ જોઇએ તેમને પોતાની લિંક્ડઇન પોસ્ટ પર શું લખ્યું.
તેમણે કહ્યું કે, પોતાની ટીમ માટે 18થી વધુ સભ્યોની નિમણૂક બાદ મેં વિશ્વસ્તરીય પ્રતિભા બનાવી રાખવાનું રહસ્ય શોધી લીધું છે. અમે સેલેરી પર વાત કરતા નથી. અમે વાસ્તવમાં એ જ સેલેરી આપીએ છીએ જે તેઓ માગે છે. પછી અમે વર્ષમાં એક વખત રિવિઝન કરીએ છીએ. તેમને પોતાના આ નિર્ણય પાછળ ઘણા કારણ ગણાવ્યા છે. ઉમેદવારને ઇચ્છા મુજબ, સેલેરી મળવાની તેની પાસે ટોપ પરફોર્મન્સ કરાવી શકાય છે. સેલેરી તેમની સ્કિલને સન્માન આપે છે.
AI અને એનલિટિક્સમાં કામ કરનારી નીતા એલ્સા નિનાને પોસ્ટ કરી કે મારે એ જાણવાની જિજ્ઞાસા છે કે આ એન્યૂઅલ રિવિઝન કેવી રીતે કરવામાં આવે છે. એ ખૂબ સારું છે કે મોડલ તમારા માટે કામ કરે છે અને મને વિશ્વાસ છે કે તેના પરિણામ આશાસ્પદ હશે. મને લાગે છે કે આ ઇન્વેસ્ટમેન્ટ અને રિટર્ન વચ્ચે યોગ્ય સંતુલન શોધવા બાબતે છે, જેમાં માનવ ભાવનાઓ અને બિહેવિયર પેટર્નને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સીમિત સંસાધનોવાળા સ્ટાર્ટઅપ્સ કે મોટા પ્રમાણમાં રિક્રૂટમેન્ટ કરનારી મોટી કંપનીઓ માટે એ એક અલગ ખેલ હોય શકે છે.
એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, આ પોસ્ટનો ઉપયોગ રિક્રૂટમેન્ટ માટે એક મિની ગાઇડના રૂપમાં કરવો જોઇએ. તો અન્ય એક યુઝરે લખ્યું કે એ ખૂબ શાનદાર છે અને તેને અન્ય રિક્રૂટર્સ દ્વારા અપનાવવું જોઇએ. એક એવી સ્થિતિ જ્યાં રિક્રૂતર નિમણૂકકર્તાઓ માટે પૈસા બચાવવા માટે ઉમેદવાર પર દબાવ નાખી રહ્યા હોય, ત્યાં એવી પહેલની પ્રશંસા બને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp