જાહેર ખબર દેખાય એટલે વૃક્ષો કાપી નાંખેલા, AMCએ 1 કરોડનો દંડ ફટકાર્યો

PC: twitter.com

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન (AMC)ના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ગેરકાયદેસર વૃક્ષો કાપી નાંખવાને કારણે 2 એજન્સીઓને 50-50 લાખ રૂપિયાનો એટલે કે કુલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 2 એજન્સીઓએ પોતાની જાહેરખબરોના બોર્ડ બરાબર દેખાય શકે તેના માટે રસ્તા પરના વૃક્ષો કાપી નાંખ્યા હતા.

AMCના ડેપ્યુટી કમિશ્નર આઇ કે પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ચિત્રા (બી) પબ્લીસીટી અને ઝવેરી એન્ડ કંપનીને 50-50 લાખ રૂપિયાના દંડની નોટીસ મોકલવામાં આવી છે. ગાર્ડન વભાગે રોડની વચ્ચે ડીવાઇડરમાં મોટા પાયે વૃક્ષો વાવ્યા હતા, પરંતુ આ એજન્સીઓએ જાહેર ખબરના બોર્ડ જોઇ શકાય તેના માટે ગેરકાયદેસર વૃક્ષો કાપી નાંખ્યા હતા. આ બાબત ધ્યાન પર આવતો નોટીસ મોકલવામાં આવી છે. જો કે આ 2 એજન્સીઓએ દંડની રકમ ભરી કે નહીં તે વિશે જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp