ભાજપના નેતાનો બગડેલો પુત્ર દારૂની મહેફિલ માણતા પકડાયો

PC: youtube.com

વડોદરા નજીક વાઘોડિયા ગામમાં વડોદરા ભાજપના નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર યોગેશ પટેલના પુત્ર સહિત 14 નબીરા જુગાર રમતા પકડાયા હતા. જે અંગે ગાંધીનગર ખાતે વિગતો મોકલવામાં આવી છે તે ઘણી ચોંકાવનારી છે. તેમાં જણાવ્યું છે કે ભાજપના નેતાઓ પાસે મોટા પ્રમાણમાં કાળુ નાણું ભ્રષ્ટાચારના કારણે આવેલું છે. તેથી ભાજપના નેતાઓ કાયદા વિરુદ્ધ જઇને કુછંદે ચઢી ગયા છે. ફાર્મ હાઉસ પર રાતના મોડે સુધી પાર્ટી ચાલી હતી. એક અનાજ કરીયાણાના વેપારીને ત્યાં પાર્ટી થઈ હતી. એના ફ્રેન્ડ્સને દારૂ પીવા માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં ભાજપના નેતા યોગેશ પટેલના પુત્ર પકડાતા ભાજપમાં મોટો ભડકો થયો છે. 

ફાર્મ હાઉસ પર સોડા પાણી, 10 જાતની બ્રાન્ડનો દારૂ પણ પકડાયા છે. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મોંઘી કાર પકડાઇ છે. પોલીસે કાર્યવાહી હાથ ધરતા ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રે ધમાલ મચાવી દીધી હતી અને દાદાગીરી કરી હતી. તેમણે રાજકીય દબાણ લાવવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ તે સફળ થયો ન હતો. આખરે એમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરામાં રાજકીય નેતાઓના ઘણા બગડેલા સંતાનો પકડાયા છે જેમાં મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંતાનો જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp