26th January selfie contest

લ્યો બોલો હવે તો દૂધના ટેમ્પોમાંથી પણ દારૂ પકડાય છે

PC: youtube.com

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરવાની વાત માત્ર કાગળો પર થઇ રહી છે. કારણ કે, દિન પ્રતિદિન પોલીસ દ્વારા લાખો રૂપિયાસના દારુના મુદ્દામાલને કબજે કરવામાં આવે છે. વિધાનાસભાના સત્રમાં સરકાર દ્વારા દારૂના આંકડાનો જે ખુલાસો કરવામાં આવ્યો. તેના પરથી એવું લાગી રહ્યું છે કે, ગુજરાત ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પોલીસ દ્વારા સમયાંતરે દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની સાથે સાથે દારૂનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવે છે.

આંકડાઓ અનુસાર રાજ્યમાં બે વર્ષમાં 1,32,415 દેશી દારૂના કેસ, 29,989વિદેશી દારૂના કેસ નોંધાયા છે. આ કેસમાં 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી અને 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી પકડાયા નથી. રાજ્યમાં રોજના 181 કેસ દેશી દારૂ અને અને 41 કેસ વિદેશી દારૂના નોંધાય છે. છેલ્લા બે વર્ષમાં 15,40,454 લીટર દેશી દારૂ, 1,29,59,463 બોટલ વિદેશી દારૂ અને 17,34,792 બોટલો બીયરની પકડવામાં આવી છે. દારૂના વેચાણના કેસોમાં સુરત સૌથી મોખરે છે. ત્યારબાદ વડોદરા, અમદાવાદ, ભરૂચ અને પંચમહાલનો નંબર આવે છે.

આ તો થઇ પકડાયેલા દારૂના મુદામાલ અને આરોપીઓની વાત. કરોડો રૂપિયાનો દારૂ પોલીસ દ્વારા પકડવામાં આવે છે. છતાં પણ બુટલેગરો સુધારવાનું નામ નથી લેતા. કારણ કે, તેઓ દારૂનું હેરફેર કરવા માટે તેઓ અલગ અલગ પેતરાઓનો ઉપયોગ કરતા રહે છે. ત્યારે વડોદરા પોલીસે અમૂલ દૂધના ટેમ્પોની આડમાં થતી દારૂની સપ્લાયનો પર્દાફાશ કર્યો હતો.

એક રીપોર્ટ અનુસાર બાપોદ પોલીસને બાતમી મળી કે, દૂધના ટેમ્પોમાં નેશનલ હાઈવે નંબર 8 પરથી કેટલાક ઇસમો લાખો રૂપિયાનો દારૂ અમદાવાદથી ભરૂચ લઈ જવાના છે. આ બાતમીના આધારે પોલીસ બાતમી વાળી જગ્યા પર વોચ ગોઠવી હતી. જયારે અમૂલ દૂધના લખાણ વાળો એક ટેમ્પો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ટેમ્પોનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ. ટેમ્પો ખોલતા તેમાથી પોલીસને દૂધના ખાલી કેરેટ મળી આવ્યા હતા. અને તેની પાછળથી ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી.

જેના કારણે પોલીસે દારૂના મુદ્દામાલ, ટેમ્પા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી. પોલીસને ટેમ્પામાંથી 6.46 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પોલીસના હાથે પકડાયેલા બે આરોપીઓના નામ ર્મેન્દ્રસિંહ રાજ અને હેમેશ મોદી છે. આરોપી પાસેથી પોલીસને વધુમાં જાણવા મળ્યું હતું કે, તેઓ જે દારૂનો મુદ્દામાલ ભરૂચ લઇ જઈ રહ્યા. તે દારૂ ભરૂચના ઝાડેશ્વરમાં અવેલી રંગસૃષ્ટિ સોસાયટીમાં રહેતા ભાર્ગવ બારોટનો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp