અમદાવાદમાંથી જાણો ફટાકડા ફોડનાર કેટલા લોકોની થઇ ધરપકડ

PC: inquirer.net

હવાના પ્રદૂષણ અને લોકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક ફટાકડા ફોડવા માટેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. સુપ્રીમકોર્ટના આદેશની અવગણના કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવાને લઈને અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન દિવાળી અને નવાવર્ષને અનુલક્ષીને છેલ્લા 5 દિવસમાં સુપ્રીમકોર્ટના જાહેરનામાનો ભંગ કરી 2 કલાક કરતા વધારે સમય ફટાકડા ફોડનારા 80 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ કરનાર પર અમદાવાદ પોલીસે તવાઈ બોલાવી હતી. જે ફટાકડા વિક્રેતા ફાયરના નિયમનું ઉલ્લંઘન કરી લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા હતા તેવા 70 જેટલા ફટાકડા વિક્રેતા સામે અમદાવાદ પોલીસે ગુનોનોંધી કડક કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp