અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલના સંભારમાંથી વાંદો મળ્યો, રસોડું સીલ
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચિંતાજનક હદે વાનગીઓમાં મરેલી વસ્તુઓ મળી રહી છે. હવે અમદવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલમાં સંભારમાંથી મરેલો વાંદો નિકળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક્શન લીધા છે.
અમદાવાદની હયાત હોટલમાં એક કંપનીનો જમણવારનો કાર્યક્રમ હતો. હયાત હોટલમાં રચી હોસ્પીટાલિટી પ્રાઇવેટ લિમિટેડને ફુડ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આક વ્યક્તિના સંભારમાંથી મરેલો વાંધો નિકળતા ભારે હોબાળો મચી ગયો. શેફે કહ્યુ કે, આવું તો બનતું રહે.
અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના અધિકારી ડો. ભાવિન જોશીએ કહ્યું કે, હયાત હોટલના ખાવાનામાં વાંદો નિકળ્યો હોવાની ફરિયાદને આધારે તાત્કાલિક તપાસ કરીને હયાત હોટલના રસોડાને સીલ મારી દીધું છે.
ખાવાનામાંથી નિકળતી વસ્તુઓને કારણે લોકોમાં ચિંતા વધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp