વડોદરા ભાજપમાં ભડકો, MLA અને શહેર પ્રમુખ વચ્ચે વિવાદ ઉભો થયો
વડોદરા ભાજપમાં આંતરિક ભડકો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરા ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ વચ્ચે વિવાદ ઉભો થયો છે. ધારાસભ્ય યોગેશ પટેલે કલેકટરને પત્ર લખીને માંગ કરી છે કે, છેલ્લાં 3 વર્ષમાં પ્રીમિયમ જમીનો પર જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની ફરીથી તપાસ કરવામાં આવે. આ બાબતે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કહ્યું કે, વડોદરામાં અનેક સળગતા પ્રશ્નો છે, યોગેશ પટેલે તેની પણ આગેવાની લેવી જોઇએ. તો યોગેશ પટેલે કહ્યું કે, મારી પાસે તો ખજાનો છે, જો હું આગેવાની લઇશ તો ઘણાને માઠું લાગી જશે.
વડોદરા ભાજપમાં આતંરિક વિવાદ એ કોઇ નવી વાત નથી. તાજેતરમા લોકસભાની ચૂંટણીમાં ભાજપે રંજન ભટ્ટને ટિકીટ આપી હતો તો ભારે હોબાળો મચી ગયો હતો અને ભાજપે તેમની ટિકીટ કાપવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp