2 વર્ષમાં અમદાવાદ પોલીસે 83884 વાહન જપ્ત કર્યા, 6541 વાહન લેવા કોઈ આવ્યું જ નહીં

PC: Bhaskar.com

માત્ર અમદાવાદ જ નહીં દરેક મોટા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એક ચિત્ર જે સામાન્ય રીતે જોવા મળે છે. એ છે વાહનોના ખડકલા. જે સમયાંતરે ઘૂળ ખાય છે, કટાય જાય છે અને આખરે જગ્યા રોકાય છે. બાકી કંઈ થતું નથી. વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જાણકારી આપી છે કે, કોરોના કાળમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાઓના વાહન પોલીસે જપ્ત કર્યા છે. જેની સંખ્યા મોટી છે. 

2022ના રિપોર્ટ મુજબ માત્ર અમદવાદમાંથી જ પોલીસે છેલ્લા બે વર્ષમાં 83884 વાહન જપ્ત કરી લીધા છે. જેમાંથી 6541 વાહન હજુ સુધી કોઈ છોડાવવા માટે આવ્યું જ નથી.કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે પૂછેલા સવાલ સામે સરકારે આ માહિતી જાહેર કરી હતી.વર્ષ 2020 અને 2021માં અમદાવાદ શહેર પોલીસે દરરોજના આશરે 109 વાહન જપ્ત કર્યા છે. સરકારના રીપોર્ટ અનુસાર જપ્ત કરાયેલા વાહનના માલિકો પાસેથી રૂ11.02 કરોડનો દંડ વસુલ કરાયો છે. વર્ષ 2020માં જે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. એને છોડાવવા આવેલા માલિકો પાસેથી 1425 રૂ.નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ વર્ષે રૂ.62993 વાહન જપ્ત કરાયા છે. જેમાંથી હજુ 4034 જેટલા વાહન બિનવારસી હાલતમાં છે. જે પોલીસ સ્ટેશનમાં કાટ ખાઈ રહ્યા છે.

ગત વર્ષે પોલીસે 20891 વાહન જપ્ત કર્યા હતા. જેમાંથી 2507 વાહનને હજું કોઈ લેવા માટે આવ્યું નથી. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશનમાં જો વાહન કેટલાક મહિનાઓથી પડ્યું રહે તો એને છોડાવવા ઉપરાંત એમાં રૂ.25થી 50 હજાર સુધીનો ખર્ચો થાય છે. જેના કારણે કેટલાક વાહન ચાલકો વાહન છોડાવવાનું ટાળે છે. એટલે વાહન અહીં પડ્યા રહે છે. મોટાભાગના વાહનોમાં ટુ વ્હીલર્સ અને રિક્ષાઓ છે. જ્યારે કેટલાક કેસમાં ગાડીના માલિકો પણ છોડાવવા માટે આવતા નથી. RTOના એક સુત્રોમાંથી એવી પણ વિગત મળી છે કે, ઘણા એવા વાહન છે જેને સેકન્ડ હેન્ડ તરીકે લેવામાં આવ્યા હોય છે. પણ માલિકી ટ્રાંસફર થઈ નથી હોતી. જેમાં મૂળ માલિકનો પત્તો મળતો નથી.

જેથી આવું વાહન છોડાવવું કઠિન બની જાય છે. તો કેટલાક વાહનોમાં PUC, RTOની સ્લીપ કે RC બુક ન હોવાને કારણે વાહન છોડાવી શકાતું નથી. વાહન જો જૂનું હોય તો ઘણી વાર એને છોડાવવાની પ્રક્રિયા વધી જાય છે. ઘણી વાર વાહનની રકમ કરતા દંડની રકમ વધી જાય છે. જેથી કેટલાક લોકો પૈસા ભરવા માટે આવતા નથી. જોકે, માત્ર અમદાવાદના પોલીસ સ્ટેશનની સ્થિતિ આવી નથી. ગુજરાતના દરેક મોટા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આવા વાહનનો ખડકલો પડ્યો હોય છે. જેથી પોલીસ સ્ટેશનમાં પણ રાત્રે મચ્છરનો ત્રાસ ઊભો થાય છે.

આ આંકડા 2022ના વર્ષના છે....

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp