ગુજરાતના એક PIએ લાંચમાં 1.50 લાખનો iPhone 16 Pro માગેલો
ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ છાપાના પાનાઓ પર ચઢતા રહે છે, પરંતુ લાંચિયા અધિકારીઓને જાણો કોઇ ડર ન હોય તેમ લાંચ માગતા રહે છે. ગુજરાત પોલીસના એક પોલીસ ઇન્સ્પેકટરે લાંચ પેટે લગભગ 1.50 લાખ રૂપિયાનો આઇફોન-16 પ્રો મોબાઇલ માંગ્યો હતો, પરંતુ ACBએ તેને રંગેહાથ પકડી લીધો હતો.
ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક અધિકારીની લાંચ તરીકે iPhone 16 પ્રો લેતા રંગેહાથ ધરપકડ કરી છે. તેની કાર્યવાહીમાં ACBએ નવસારી જિલ્લામાં તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ એક ડીલરને 1.44 લાખ રૂપિયાની કિંમતનો iPhone-16 Pro લાંચ તરીકે આપવા કહ્યું હતું.
ડીલરે ACBનો સંપર્ક કર્યો હતો અને તે પછી છટકું ગોઠવવામાં આવ્યું હતું. ડીલરે પોલીસ ઇન્સ્પેકટરને iPhone 16 તો આપ્યો, પરંતુ ત્યાં હાજર ACBના અધિકારીઓએ પકડી લીધો હતો.
ACBના એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા પોલીસ ઈન્સ્પેક્ટરની ઓળખ દિનેશ કુબાવત તરીકે થઈ છે. તે નવસારી જિલ્લાના ધોલાઈ પોર્ટ ખાતેના મરીન પોલીસ સ્ટેશન સાથે જોડાયેલો છે. અધિકારીએ કહ્યું કે તે ફરિયાદી પાસેથી iPhone 16 Pro મોબાઇલ ફોન લેતી વખતે રંગે હાથે ઝડપાયો હતો.
ફરિયાદી લાઈટ ડીઝલ ઓઈલ (LDO) ના લાઇસન્સ ડીલર છે અને તે ધોલાઈ પોર્ટ પર યાટ માલિકોને ઈંધણ વેચે છે. અધિકારીએ જણાવ્યું હતું કે કુબાવતે તાજેતરમાં વેપારીને મરીન પોલીસ સ્ટેશનમાં લાઇસન્સ અને તેના વ્યવસાય સાથે સંબંધિત અન્ય દસ્તાવેજો સાથે મળવા કહ્યું હતું.
ACBના અધિકારીએ કહ્યું કે,લાંચિયા પોલીસ ઇન્સ્પેકટરે મુલાકાત દરમિયાન ફરિયાદીને ધમકી આપી હતી કે જો તેણે લાંચ ન આપી તો ધંધો બંધ કરાવી દેવામાં આવશે.
ACBના નવસારી યુનિટે કુબાવતની તેના પોલીસ સ્ટેશનના રૂમમાં ધરપકડ કરી હતી. ગુજરાતમાં ACBની કમાન ડીજી લો એન્ડ ઓર્ડર ડો.શમશેર સિંહના હાથમાં છે. ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે તેમને બીજી વખત ACBની કમાન સોંપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp