250 કરોડના કેસમાં નામ હોવાનું કહી વડોદરાના યુવકને 34 કલાક ડિજિટલ એરેસ્ટ કરાયો
ડિજિટલ એરેસ્ટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.250 કરોડ રૂપિયાના મની લોન્ડરીંગ કેસમાં તારું નામ છે એવું કહીને વડોદરાના એક યુવકને સાયબર ઠગોએ 34 કલાક ડિજિટલ એરેસ્ટ રાખીને 1.65 લાખ રૂપિયા પડાવી લીધા હતા. CBIના નામથી એક લેટર પણ યુવકને મોકલવામાં આવ્યો હતો.
વડોદરાના તરસાલીમાં રહેતા કેતન નામના યુવક પર 3 નવેમ્બરે બપોરે 12 વાગ્યે એક કોલ આવ્યો હતો. સામેની વ્યક્તિએ કેતનને કહ્યું હતું કે, 2 કલાકમાં તારો ફોન બંધ થઇ જશે. 250 કરોડના મનીલોન્ડરીંગમાં નરેશ ગોયલના પાર્ટનર તરીકે તારું નામ છે. એ પછી કેતનને 9 નંબર દબાવવા કહ્યું અને તેનો ફોન બીજી જગ્યાએ ટ્રાન્સફર થયો. કેતન દલીલ કરતો તો ઠગો તેને જેલમાં મોકલવાની ધમકી આપતા. 34 કલાક સુધી ત્રાસ અપાયો અને કેતને પોતાના ખાતામાંથી 1.65 લાખ ટ્રાન્સફર કરવા પડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp