વડોદરામાં બ્રાહ્મણ પરિવારની સગીર દીકરીનું શાળા પાસેથી અપહરણ, 5 દિવસથી...

PC: khabarchhe.com

વડોદરામા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારની એક સગીર દીકરીનું શાળા પાસેથી અપહરણ થયું હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.પરિવારની એકની એક દીકરીના અપહરણ થવાને કારણે પરિવારની ઉંઘ હરામ થઇ ગઇ છે અને માતાની રડી રડીને હાલત ખરાબ થઇ ગઇ છે. બ્રાહ્મણ પરિવારની સગીર યુવતી 15 સપ્ટેમ્બરે શાળા પાસેથી ગાયબ થઇ હતી, શરૂઆતના બે દિવસ તો પરિવારના લોકોએ સગા સબંધી, દીકરીની બહેનપણી વગેરે જગ્યાએ તપાસ કરી હતી, પરંતુ કોઇ ભાળ મળી નહોતી આખે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણ થયાની FIR કરવામાં આવી હતી.

માતાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકો છે. એક દીકરો મોટો છે અને કર્મકાંડી બ્રાહ્મણ તરીકે કામ કરે છે. જ્યારે નાની દીકરી છે સ્નેહાલી.

તેમણે ફરિયાદમાં કહ્યું છે કે સ્નેહાલી 17 વર્ષ 3 મહિના અને 28 દિવસની છે અને ધો 12માં આર્ટસનો અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે તેની શાળાનો સમય બપોરે 12થી 5નો છે અને તેને દરરોજ શાળાએ મુકવા અને લેવા માટે હું જાઉં છું.

એ નિયમ પ્રમાણે 15 સપ્ટેમ્બરે પણ સ્નેહાલીને શાળાએ મુકવા ગઇ હતી અને તેને મેઇન ગેટ પાસે ઉતારીને હું ઘરે ચાલી ગઇ હતી. તે દિવસે મારી દીકરી સ્નેહાલીને શાળામાં આધાર કોર્ડની 3 કોપી અને 11માં ધોરણની માર્કશીટની 3 કોપી આપવાની હતી. ઘરે ગયા પછી મને વિચાર આવ્યો કે આ સ્કુલ વાળા આધાર કાર્ડની 3-3 કોપી કેમ મંગાવે છે.

એ પછી 15 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે હું શાળાએ ગઇ હતી. શાળામાં જઇને પુછપરછ કરી તો શિક્ષકોઅ કહ્યુ કે અમે તો માત્ર બે-બે કોપી જ મંગાવી છે. સાથે શાળામાં એ પણ જાણવા મળ્યું કે સ્નેહાલી આજે સ્કુલમાં આવી જ નથી.

આ બાબતે મેં તાત્કાલિક મારા પતિને જાણ કરી હતી. શાળા છુટી ગયા પછી પણ સ્નેહાલી ઘરે આવી નહોતી. પહેલા બે દિવસ તો સગા સંબંધી અને સ્નેહાલીને બહેનપણીઓની પુછપરછ કરી, પરંતુ કોઇ પત્તો લાગ્યો નથી. આખરે 17 સપ્ટેમ્બરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં સ્નેહાલીનું વર્ણન આપ્યું છે તે મુજબ તે 5 ફુટની છે, રંગ ઘંઉવર્ણ છે અને સ્કાય બ્લૂ કલરનું લાઇનીંગ વાળું શર્ટ તેમજ ગ્રે કલરની ટાઇ પહેરેલી છે.

માતાએ ફરિયાદમા કહ્યું છે કે સ્નેહાલીને ફોસલાવીને કોઇ અજાણી વ્યક્તિ અપહરણ કરી ગઇ છે.

પરિવારે વિનંતી કરી છે કે તેમની દીકરીની કોઇને ભાળ મળે તો ગોત્રી પોલીસ સ્ટેશનને તરત જાણ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp