અમદાવાદમાં વિરમગામ નજીક ST બસના કંડક્ટરને મુસાફરે માર માર્યો

PC: youtube.com

અમદાવાદમાં વિરામગામ નજીક ST બસના ડ્રાઈવર કમ કંડક્ટરને પેસેન્જર દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. કંડક્ટર દ્વારા મુસાફરને ટિકિટ લેવાનું પૂછતાં મુસાફર કંડક્ટર સાથે બોલચાલી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ ઉશ્કેરાયેલા મુસાફરે કંડક્ટરને માર માર્યો હતો. એટલું જ નહીં તે કંડક્ટરનું ટિકિટ મશીન તોડીને ફરાર થઇ ગયો હતો.

એક રીપોર્ટ અનુસાર, પોપટ ચોકડી જવા માટે એક મુસાફર બસમાં ચડ્યો હતો અને ત્યારબાદ તે મુસાફર પેસેન્જર સીટ પર બેસવાન બદલે કંડક્ટરની સીટ પર બેસી ગયો. ત્યારે કંડક્ટરે મુસાફરને પાસ બતાવવાનું કહ્યું હતું. ત્યારે મુસાફર અભદ્ર ભાષામાં કંડક્ટર સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. થોડીવાર પછી બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા મુસાફર કંડક્ટરને માર મારવા લાગ્યો હતો. મુસાફર કંડક્ટરને માર મારી અને તેની પાસે રહેલું ટિકિટ કાપવાનું મશીન તોડી નાંખી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં ઘાયલ થયેલા કંડક્ટરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ST બસના કંડક્ટર પર હુમલો થવાની આ કોઈ પહેલી ઘટના નથી, આ અગાઉ બહુચરાજીમાં ચાલુ બસમાં મુસાફર દ્વારા કંડક્ટરને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુસાફર કંડક્ટર પાસેથી પૈસાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો.

કંડકટરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે. હું જ્યારે પેસેન્જર ઉતરતો હતો, ત્યારં આ મુસાફરે આવીને મને કહ્યું મારે પોપટ ચોકડી જવાનું છે. ત્યારે મેં કહ્યું તમે આગળ આવો અમારું જુનું બસ સ્ટેન્ડ છે કાયદેસરનું ત્યાં હું બસ સાઈડ પર લગાવીને ત્યાંથી તમને બસમાં બેસાડું. પછી મેં ગાડી સાઈડ પર લગાવી ત્યારે મુસાફર બસમાં ચડ્યા પછી કંડક્ટર સીટ પર બેસીને મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp