અમદાવાદ: 12 ભણેલાએ US, કેનેડાના વીઝાના નામે 31 લાખ ખંખેરી લીધા

PC: twitter.com

અમેરિકા, કેનેડા જેવા દેશોના વર્ક પરમિટા વીઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીને અમદાવાદ સાઇબર ક્રાઇમે પકડી પાડી છે. સાઇબર ક્રાઇમે સુરતથી બે આરોપીની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

સાઇબર ક્રાઈમની એક ટીમ સીઆઈડી ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકિકત અંગે તપાસ કરી રહી હતી. દરમિયાન સુરતનો એક વિસ્તાર લોકેટ થયો જ્યાં આરોપીની સતત હિલચાલ રહેતી હતી. આથી સાઇબર ક્રાઇમે કાર્યવાહી કરી ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ગુનાની મોડસ ઓપરેન્ડી સમજવા માટે આરોપીઓની પૂછપરછ કરાઈ તો ચોંકાવનારી વિગતો સામે આવી.

પોલીસ તપાસ મુજબ, મૂળ સુરતના ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ છેલ્લા 4 વર્ષથી અમેરિકા અને કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વીઝા અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. 4 વર્ષ દરમિયાન બંનેએ અંદાજીત 31 લાખથી વધુની છેતરપિંડી કરી છે. આ બંનેએ છેતરપિંડી કરવા માટે એક નવો માર્ગ શોધી કાઢ્યો હતો, જે હેઠળ તેઓ ભોગ બનનારાના બેંક એકાઉન્ટમાં રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવવા માટે અન્ય ભોગ બનનારી વ્યક્તિના બેંક ખાતા અને સિમકાર્ડનો ઉપયોગ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઉમેશ ચૌહાણ માત્ર ધોરણ 12 ભણેલો છે અને અગાઉ બેંકમાં ખાતા ખોલાવવાની સામાન્ય નોકરી કરતો હતો, જ્યાંથી તે પોતાનું બેંક એકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યો હતો.

આ બંને આરોપીઓ વીઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક ખાતું ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતા હતા. ત્યારબાદ ફોન હેક કરી ફરિયાદીના તમામ રૂપિયા અલગ-અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતા હતા. જોકે હવે સાઇબર ક્રાઇમે તેમની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.સાઇબર ક્રાઇમે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp