અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જાણો કોણે પ્રેમી-પંખીડાઓને ભગાડ્યા

PC: twitter.com

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે છે, ત્યારે અમદાવાદમાં પ્રેમી-પંખીડાઓને ભાગવાનો વારો આવ્યો છે. અમદાવાદ પોલીસે ઉસ્માનપુરામાં આવેલા રિવરફ્રન્ટ ગાર્ડનને ખાલી કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બજરંગ દળે વેલેન્ટાઇન ડેના વિરોધમાં પત્રિકાઓ વહેંચી હતી. પોલીસને આશંકા હતી કે બજરંગ દળ વિરોધ કરશે, એટલે અમદાવાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે પહેલાથી જ યુવક-યુવતીઓને બગીચામાંથી ભગાવી દીધા હતા.

 આ સાથે જ બજરંગદàª⊃3;ના કાર્યકરો પણ ઉસ્માનપુરા ખાતે આવેàª⊃2;ા ગાર્ડનમાં પàª⊃1;ોંચી ગયા àª⊃1;તા અને અàª⊃1;ીં àª⊃1;ાજર યુગàª⊃2;ોને પત્રિકા વàª⊃1;ેંચી àª⊃1;તી તેમજ તેમને વેàª⊃2;ેન્ટાઇન ડેની ઉજવણી નàª⊃1;ીં કરવા માટે સમજાવ્યા àª⊃1;તા. પોàª⊃2;ીસ તેમજ બજરંદ દàª⊃3;ની àª⊃1;ાજરીને કારણે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે એકઠા થયેàª⊃2;ા અમુક યુગàª⊃2;ો દીવાàª⊃2;ો કૂદીને ભાગ્યા àª⊃1;તા.

તેમ છતા બજરંગ દળના કાર્યકર્તાઓએ ગાર્ડન બહાર વિરોધ કર્યો હતો અને કેટલાય કાર્યકર્તાઓને પોલીસે ડિટેઇન પણ કર્યા હતા. રિવરફ્રન્ટ ખાતે પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને યુવક-યુવતીઓને ગેટ પરથી જ પાછા જવાનું પોલીસ કહી રહી હતી. ઉસ્માનપુરાના ગાર્ડનમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ હતા, પણ પોલીસે બધાને ગાર્ડનની બહાર કાઢ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp