પુરપાટ ઝડપે જતી સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ વિદ્યાર્થિનીઓ
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની ઊંધ જાગી હતી અને ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ હવે RTOએ સ્કૂલવાન ચાલકોને 45 દિવસનો સમય આપ્યો છે તેવામાં વડોદરામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીં ચાલુ સ્કૂલ વાનમાંથી 2 વિદ્યાર્થિનીઓ પટકાઈ. રસ્તા પર પટકાવવાથી બાળકીઓ ઇજાગ્રસ્ત પણ થઈ છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જો કે, અમે ગુજરાતી વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી. આ ઘટના 19 જૂનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સ્કૂલ વાન ચાલક સોસાયટીમાંથી વિધાર્થિઓને બેસાડી પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. જો કે, સ્કૂલવાન સોસાયટીની ગલીમાંથી જતી હોવાના કારણે મોટો અકસ્માત થતા ટળી ગયો હતો, પરંતુ વાનના પાછળના ખુલ્લા દરવાજામાંથી પટકાયેલી વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ વીડિયો વડોદરાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાન પૂરપાટ ઝડપે જઇ રહી છે અને અચાનક જ તેમાંથી 2 વિદ્યાર્થિનીઓ વાનના પાછળના દરવાજાથી રોડ પર પટકાય છે.
દરેક શહેરમાં સ્કૂલવાનમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોવાની વાત ઘણી વખત સામે આવી ચૂકી છે. કડક નિયમો છતા સ્કૂનવાન ચાલકો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રશાસન દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ હવે RTOએ સ્કૂલવાન ચાલકોને 45 દિવસનો સમય આપ્યો છે. ત્યારે પહેલા જ અઠવાડિયામાં આ પ્રકારની ઘટના સામે આવી છે.
આવી ઘટના સામે આવે છે ત્યારે સ્કુલવર્ધીના વાહનો ચલાવતા એસોસિએશન કે અન્ય કોઈ સંંસ્થા વાલી કે વિદ્યાર્થીઓના હિતમાં કોઈ વાત કરતા નથી. જો સરકાર વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક સુરક્ષાના પગલા લેવાની વાત કરે તો તરત જ હડતાળ કે ભાવ વધારાનું શસ્ત્ર ઉગામીને એક પ્રકારે વાલી વિદ્યાર્થીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેની જગ્યાએ આવી કોઈ ગંભીર ઘટના ફરી ન બને તે માટેના પગલા સ્કુલવર્ધીના વાહનચાલકો કે તેમના એસોસિએશન અને સંગઠનોએ ભરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp