22 તારીખે કોંગ્રેસના નેતાઓ અયોધ્યા નહીં જાય, અર્જુન મોઢવાડિયાને ન ગમ્યો આ નિર્ણય

PC: twitter.com

અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવમાં આવ્યો છે અને દુનિયાભરના લોકોની આ કાર્યક્રમ પર નજર છે. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કોંગ્રેસ સહિત અનેક લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા.

કોંગ્રેસે આમંત્રણ મળ્યાના લગભગ 10 દિવસ પછી જાહેરાત કરી છે કે કોંગ્રેસ નેતાઓ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને અધીર રંજન ચૌધરી અયોધ્યા જશે નહીં. જયરામ રમેશે કહ્યું કે, આ કાર્યક્રમ ભાજપ અને  RSSનો છે  અને લોકસભા ચૂંટણીનો લાભ મેળવવા માટે છે. હજુ અયોધ્યાનું રામ મંદિર અધૂરું છે અને તે પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ઉતાવળ બતાવે છે કે તેમની મનસા ચૂંટણીમાં લાભ લેવાની છે.

પરંતુ કોંગ્રેસની આ વાત કોંગ્રેસના જ નેતાને પસંદ આવી નથી. ગુજરાતના કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયાને આ નિર્ણય પસંદ આવ્યો નથી. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ અંગે કહ્યું હતું કે, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનૈતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp