ગુજરાતના આ શહેરીજનો પાણીપૂરી ખાતા હોય તો થઈ જજો સાવધાન

PC: youtube.com

ચોમાસાની શરૂઆત થતા જ વડોદરામાં રોગચાડો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને વડોદરામાં પાણીપુરીનું વેચાણ કરતા અને બનાવનારાઓને ત્યા દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા TPC મશીન દ્વારા પૂરીને તળવામાં આવતા તેલની ગુણવત્તા ચકાસવામાં આવી હતી.

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને વારંવાર ફરીયાદો મળતી હતી કે, પાણીપૂરીના વિક્રેતાઓ દ્વારા અખાદ્ય જથ્થો પણ વેચવામાં આવે છે. જેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સતત ત્રીજા દિવસે પણ અધિકારોઓએ પાણીપૂરી વિક્રેતાઓને તાવાઈ બોલાવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જે જગ્યા પર રેડ કરી ત્યાં અખાદ્ય બટાકા, બટાકા પર માખીઓનું સામ્રાજ્ય અને પૂરીનો કેટલોક અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો.

અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો થતા હોય છે. તેને અટકવવા માટે પાણીપૂરી બનાવતા યુનિટ પર ચેકિંગની આજે કામગીરી કરવામાં આવી હતી. આ તપાસમાં આજે સયાજીગંજ વિસ્તારમાં પાણીપૂરીમાં ઉપયોગમાં લેવાતી પૂરી અને બટાકા ખૂબ જ ખરાબ કંડીશનમાં હોવાના કારણે તેને નોટીસ આપવામાં આવી છે. તેમજ તમામ જથ્થાને જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુમાં અમારી રૂટીન કાર્યવાહી થતીજ હોય છે. અમે છેલ્લી સુચના તેઓને આપતા હોઈએ છીએ અને હવે તેઓ આજ પ્રકારની કામગીરી કરતા પકડાય છે. તો તેમનું પાણીપૂરીના વેચાણને બંધ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp