મહાઠગ વિનય શાહના ભાજપના આ નેતાના પુત્ર સાથે હતા ધંધાકીય સંબંધ

PC: dainikbhaskar.com

ગુજરાતમાં રૂ. 260 કરોડનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયેલા મહાઠગ વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ તપાસનીશ એજન્સી સમક્ષ હાજર થતા તેની વિધીવત ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખૂલાસા થયા હતા. વિનય શાહ અને ભાજપના નેતા સુરેન્દ્ર રાજપુતના પુત્ર સ્વપ્નિલ રાજપૂત સાથે ધંધાકીય સંબંધ હોવાનો ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી આનુસાર ગુજરાતમાંથી કરોડોનું ફુલેકુ ફેરવીને વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ભાર્ગવીએ ફરાર થયા પહેલા બેંકમાંથી નાણા ઉપાડ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. દરમિયાન વિનય શાહ અને તેની સ્ત્રી મિત્રને નેપાળમાંથી સ્થાનિક પોલીસે ઝડપી લીધા છે. જેથી ગુજરાત પોલીસે તેની કસ્ટડી મેળવવાની તજવીજ આરંભી છે.

આ કેસમાં ફરાર ભાર્ગવી પણ તપાસનીશ એજન્સી સમક્ષ હાજર થઈ હતી. જેથી પોલીસે તેની વિધીવત ધરપકડ કરી હતી. તેમજ કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભાર્ગવી શાહની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં સ્વપ્નિલ રાજપૂત અને વિનય શાહ વચ્ચેના ધંધાકીય સંબંધને લઇને ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસા બાદ સીઆઇડી ક્રાઇમે સ્વપ્નિલ રાજપૂતની પૂછપરછ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

રૂ. 260 કરોડના કૌભાંડમાં વિનય શાહના ખાસ વિશ્વાસુ મનાતા દિપક ઝાની પણ કૌભાંડમાં સંડોવણીને લઇને તપાસ શરૂ કરવામાં આવી શકે છે. ભાર્ગવી અને મોનિલના નામે મિલકતમાં રોકાણ કર્યાં શક્યતાને લઇને પોલીસે તપાસ  આરંભી છે. પોલીસની તપાસમાં આવાર-નવાર સ્વપ્નિલ રાજપૂત મહાઠગ વિનય શાહની ઓફિસ જતો હોવાનું ખૂલ્યું હતું.

તાજેતરમાં વિનય શાહ અને ભાજપના આગેવાન સુરેન્દ્રસિંહ રાજપૂતનો ઓડિયો સામે આવ્યો હતો. જેમાં વિનય શાહે ઉચ્ચ પોલીસ અધિકારીને રૂ. 90 લાખ આપ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત ક્રાઈમબ્રાન્ચના અનેક કર્મચારીઓનું રોકાણ પણ કંપનીમાં હોવાનું જણાવ્યું હતું. આ ઓડિયો વાયરલ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp