લોકસભા ચૂંટણી માટે ભાજપે 195 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા, PM મોદી વારાણસી..

PC: twitter.com

આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 195 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે, જેમાં PM નરેન્દ્ર મોદી વારાસણી સીટ પરથી લડશે. આ લિસ્ટમાં 34 કેન્દ્રીયમંત્રીઓના નામ શામેલ છે. ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, PM મોદીની અધ્યક્ષતામાં 29  ફેબ્રુઆરીના રોજ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠકમાં 16 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભા સીટ માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા હતા.

વિદિશાથી શિવરાજસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ગુણાથી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપવામાં આવી છે. વિવાદોમાં રહેલા પ્રજ્ઞા ઠાકુરની ભોપાલથી ટિકિટ કાપી નાખવામાં આવી છે.

ભાજપની પહેલી લિસ્ટમાં ઉત્તર પ્રદેશના 51,  પશ્ચિમ બંગાળના 20, મધ્ય પ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલગાંણાના 9, અસમના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 5, જમ્મુ કાશ્મીરના 2, ઉત્તરાખંડના 3, અરુણાચલના 2, ગોવાના 1, ત્રિપુરાના 1, આંદામાનના 1, દમણ અને દીવના 1 ઉમેદવારના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલી લિસ્ટમાં 195 ઉમેદવારોના નામ આ પ્રમાણે છે

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp