અમદાવાદ વેસ્ટ બેઠક પર ભાજપે એક પણ વખત મહિલાને ટિકિટ આપી નથી

અમદાવાદ વેસ્ટ લોકસભા બેઠક પર આ વખતે પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે જંગ છે. ભાજપે સીટીંગ ધારાસભ્ય કિરિટ સોલંકીની ટિકિટ કાપીને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણાને ટિકિટ આપી છે.

અમદાવાદ વેસ્ટ બેઠક પર ભાજપે એક પણ વખત મહિલાને ટિકિટ આપી નથી.વર્ષ 2009થી અમદવાદ વેસ્ટ બેઠક બની હતી. એ પહેલાં અમદાવાદ બેઠક કહેવાતી હતી. આ બેઠક પર કુલ 17 ચૂંટણી થઇ જેમાં 9 વખત ભાજપ, 5 વખત કોંગ્રેસ, 2 વખત અપક્ષ અને 1 વખત નુતન ગુજરાત જનતા પરિષદ જીતી હતી.

અમદાવાદ વેસ્ટમાં કુલ 7 વિધાનસભા આવે છે, જેમાં એલીસબ્રિજ, દરિયાપુર, જમાલપુર- ખાડીયા, અમરાઇવાડી, મણિનગર, દાણી લીમડી અને અસારવા. આમાંથી દાણી લીમડી અને જમાલપુરની બેઠક કોંગ્રેસે જીતેલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp