અમદાવાદ સ્ટેશન પર બુલેટ ટ્રેનનું કામ ઓક્ટોબરથી અટકી ગયું છે, આ છે મોટી અડચણ

PC: twitter.com

ગુજરાતમાં બુલેટ ટ્રેનના ઝડપી નિર્માણ કાર્ય વચ્ચે અમદાવાદમાં એક અડચણ સામે આવી છે. આ પછી અહીં બુલેટ ટ્રેનનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દેશના Multi Modal Transit Hub (MMT)પરથી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં સાબરમતી MMTC અને કાલુપુર રેલવે સ્ટેશન વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર બનાવવાની તૈયારી છે.

અમદાવાદ રેલવે સ્ટેશનની ઉપર બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ બની રહ્યું છે. 2 કિ.મી. લાંબા હિસ્સામાં પશ્ચિમ રેલવે તરફથી ત્રીજી લાઇનના બ્લોકને સુનિશ્ચિત નહીં કરવાને કારણે કામ અટકી ગયું છે. National High Speed Rail Corporation Limited (NHRCL)ના સુત્રોનું કહેવું છે કે, અમદાવાદ રેલવે સ્ટેશન પર ઓકટોબર 2023થી કામ બંધ છે.

બુલેટ ટ્રેનનું કામ રોકવા પાછળનું કારણ નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન અને વેસ્ટર્ન રેલવે (WR) વચ્ચેની મડાગાંઠ છે.પશ્ચિમ રેલવેના આ હિસ્સા પર અધિકારીઓએ હજુ સુધી પુલના નિર્માણની મંજૂરી આપી નથી. NHRCLનું કહેવું છે કે, સાબરમતી સ્ટેશનથી અમદાવાદના કાલુપુર સ્ટેશન વચ્ચે નિર્માણ માટે અહીંથી પસાર થનારી ત્રીજી લાઇનનો બ્લોક કરવા જરૂરી છે. આવું ન થવાને કારણે કામ અટકી ગયું છે. NHRCLના સૂત્રોનું કહેવું છે કે, પશ્ચિમ રેલવેના અધિકારીઓ સાથે વાત-ચીત થઇ છે, જેમાં ત્રીજી લાઇનના બ્લોક કરવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો,કરાણકે આ હાઇ-સ્પીડ લાઇનથી એકદમ નજીકથી પસાર થાય છે.

NHRCLના અધિકારીઓએ કહ્યું કે, અમદાવાદમાં 8 સ્થળો પર બુલેટ ટ્રેનનો કોરિડોર રેલવેની એકદમ નજીક છે. આ કાલુપુર અને શાહીબાગ કેબિનની વચ્ચે સૌથી વધારે નજીક છે. તેનું કુલ અંતર 2.2 કિ.મી છે. અધિકારીઓએ કહ્યું કે, બુલેટ ટ્રેન એલિવેટેડ કોરિડોરની એક તરફ રેલવે લાઇન છે અને બીજી તરફ વસ્તી છે. આ હિસ્સામાં બુલેટ ટ્રેનના એલિવેટેડ કોરિડોરના નિર્માણ અને અવાજ અવરોધો સ્થાપિત કરવા માટે બે વર્ષના બ્લોકની જરૂર છે. આ માટે રેલવેએ ત્રીજી લાઇન પર ટ્રેનોનું સંચાલન બંધ કરવું પડશે. NHSRCLના પ્રવક્તા અનુસાર, રેલવેને પત્ર લખવામાં આવ્યો છે. તેમની પાસેથી બ્લોક આપવા અને બાંધકામ માટે પરવાનગી માંગવામાં આવી છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેનના સ્ટેશનના નિર્માણ અને કામ માટે ઘણા સમય પહેલા તરત મંજૂરી મળી ગઇ હતી. સાબરમતીથી કાલુપુરની વચ્ચે નિર્માણ કામ માટે હવે એક બ્લોકની જરૂરિયાત છે. આને કારણે ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે. NHRCLના અધિકારીઓનું સૂચન છે કે, ઉત્તર ભારત તરફથી આવતી બધી ટ્રેનોને અમદાવાદ રૂટ કરવાને બદલે સાબરમતી પર જ સ્ટોપ કરી દેવામાં આવે. એવામાં મુંબઇ અને વડોદરા તરફ જનારી ટ્રેનોજ પ્રભાવિત વિસ્તારમાંથી પસાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp