અમદાવાદમાં પોલીસે દફનવિધિ કેમ અટકાવી, સાહિલ પઠાણે શું કરેલું?

PC: vtvgujarati.com

છોકરા-છોકરીઓ પોતાની યુવાવસ્થામાં પ્રેમમાં પડી જતા હોય છે. ઘણી વખત પરિવારજનો પ્રેમ લગ્નની વિરુદ્ધ હોય છે તો કેટલીક વખત યોગ્ય પાત્ર હોય તો પરિવારજનો માની પણ જતા હોય છે. તો કેટલીક ઘટનાઓમાં પ્રેમી-પ્રેમિકાની હત્યા પણ કરી દેવામાં આવ્યા હોય છે. હવે યુવક-યુવતીઓ દ્વારા ભાગીને પ્રેમ લગ્ન કરવાની ઘટનાઓ સતત વધી રહી છે, પરંતુ હાલમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે ચોંકાવનારી ઘટના સામે સાવી છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ થોડા મહિના અગાઉ ગોધરાના સાહિલ પઠાણ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ઘરેથી જતી રહી હતી. ત્યારબાદ યુવક દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નને હજુ પાંચ મહિના જેટલો જ સમય થયો હતો. સાહિલે યુવતી પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું. 5 મહિના સુધી લગ્ન જીવન સારૂ ચાલ્યા બાદ અચાનક જ લગ્ન જીવનમાં ઉથલ-પાથલ મચતા સાહિલ યુવતી પર અત્યાચાર કરતો હોવાનો છેલ્લો વીડિયો બનાવ્યો હતો.

યુવતીના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સાહિલ દ્વારા યુવતીને માર મરાતા તેનું મોત થું છે. યુવતીએ પતિના અત્યાચારનો છેલ્લો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવતી કહી રહી છે કે મારો પતિ સાહિલ મને ખૂબ જ મારે છે. તેમજ ઘરમાં મારી નણંદ અને સાસુ બંને જણ છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે યુવતીના મોત બાદ દફનવિધિ અટકાવી યુવતીના શબને પોસ્ટમોર્ટન માટે મોકલી આપવામાં આવ્યું હતું. હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

થોડા અઠવાડિયા અગાઉ વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરીણિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પ્રેમ લગ્ન ઓક્ટોબર 2020માં સાથે થયા હતા. લગ્નના ચાર મહિના સુધી મને સારી રીતે રાખી હતી, ત્યારબાદ મારા પતિ કોઈ કામ ધંધો કરતો નહોતો અને વારંવાર મારી પાસે પૈસાની માગણી કરી ઝઘડો કરતો હતો.

આ બાબતે હું મારા સાસુ અને સસરા કહેતી તો તેઓ પણ મારી સાથે ઝઘડો કરતા હતા. ઘર સંસાર ન બગડે તે માટે હું સહન કરતી હતી, પરંતુ મારા પતિમાં સુધારો ન આવતા એક મહિનાથી મારા પિતાના ઘરે બિલ રોડ પર રહું છું. 29મી તારીખે મારા પતિ પિયરમાં આવીને મારા પિતાને કહેતો હતો કે તમે તમારી છોકરીને કેમ મોકલતા નથી તેણે મારા પિતા સાથે ઝઘડો કરી, જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. અમે કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવી તો તે તે ભાગી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp