આ છે ભરતલીલા: ગણદેવી નગર પાલિકાના ઉમેદવારને જ પક્ષ વિરોધી પ્રવૃત્તિની નોટીસ

PC: facebook.com

કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસ શિસ્ત સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ જે ભાંગરો વાટ્યો છે તેનો ઉત્તમ નમૂનો ગણદેવીના રામબાબાબુ શુક્લા છે. રામબાબુ શુક્લાને નોટીસ આપવા પાછળનો આશય કોઈ કોંગ્રેસીને સમજાઈ રહ્યો નથી.

આમ પણ ભરતસિંહે સંગઠનમાં ફેરફાર કરવા માટેની કવાયતમાં વિરોધી જૂથોનો સફાયો કરવામાં કોઈ કચાશ રાખી નથી. નોટીસ પ્રકરણમાં ભરતસિહે ગણદેવીના રામબાબુ શુક્લાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરવા બદલ નોટીસ આપી પાંચ દિવસમાં ખુલાસો કરવાનું જણાવ્યું છે.

હવે પ્રશ્ન એ ઉભો થાય કે જો રામબાબુએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે કામ કર્યું હોય તો ગણદેવી નગરપાલિકની ચૂંટણીમાં તેમને ઉમેદવાર શા માટે બનાવવામાં આવ્યા? શા માટે તેમની ટીકીટ કાપી લેવામાં આવી નહી?આવા તો અનેક પ્રશ્નો ઉભા થઈ શકે છે.

ગણદેવીમાં રામબાબુ સિનિયર કોંગ્રેસી તરીકે કાર્યરત છે. રામબાબુએ પોતાના મિત્રોને નોટીસ અંગે કહ્યું છે કે સમજાતું નથી કે શા કારણે નોટીસ આપવામાં આવી છે. છતાં નોટીસ મળી છે તો તેનો પધ્ધિતસર જવાબ આપવામાં આવશે.

આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે ગણદેવીમાં કોંગ્રેસે એક પેનલ માટે ચારેય ઉમેદવારોને ભાજપમાંથી આયાત કરવા પડ્યા છે. આ વોર્ડમાં કોંગ્રેસને ઉમેદવારો જ મળતા ન હતા. આ સ્થિતિમાં રામબાબુને નોટીસ આપવા પાછળ કોંગ્રેસે બુદ્વિનું દેવાળું જ નહી પણ કંગાળીયતનું પ્રદર્શન કર્યું હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp