સહજાનંદ સ્વામીની તુલના શંકર ભગવાન સાથે કરશો તો જૂતા મારીશું: મહંત રાજેન્દ્રદાસ

PC: youtube.com

મોરારી બાપુને લઇએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીને લઇ હવે અમદાવાદમાં અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના મહંત રાજેન્દ્રદાસની અધ્યક્ષતામાં સંતોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં મહંત રાજેન્દ્રદાસે સ્વામિનારાયણ સંપ્રદાય પર ઘણા આંકરા પ્રહારો કર્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મોરારી બાપુની લેખિતમાં માફી માંગે અને દંડવત કરે તેવી માગણી કરી હતી.

અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસે જણાવ્યું હતું કે, 'આ ધર્મપ્રેમી જનતાને આગળ આવવાની જરૂર છે. આ ધરતી રામ-કૃષ્ણની છે. વેદ અને ગ્રંથો બધા રામ-કૃષ્ણ પર છે. આ લોકોનો કોઈ રેકોર્ડ નથી. એ લોકોનો રેકોર્ડ પોણા બસોથી સવા બસો વર્ષનો જ છે. જેનાથી સંપ્રદાય ઉદય થયું તે ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ પાંડે કરીને હતા. તે ભગવાના ન હતા, તે એક સાધક હતા. તેને ભાગવાની મહાદેવ શિવની સાથે તુલના કરી રહ્યા છે, તો આ સ્વામીનારાયણ સાધુઓ હોશમાં આવો નહીંતર પતર રગડાઈ જશે.

મહંત રાજેન્દ્રદાસે વધુમાં જણાવ્યું હતું કે, તમે મહાદેવ જોડે તુલના કરો, માતાજી જોડે તુલના કરો, રામ-કૃષ્ણ જોડે તુલના કરો, તો તમને જીવતા મારીને સમજાવવામાં આવશે કે, તમે બધા હોશમાં આવો. આ સ્વામિનારાયણના જેટલા મોટા મોટા ગાદીપતિ બની બનીને બેઠેલા એ ખાલી ખાવા પૂજાવા માટે બેઠેલા છે કેમ આ ફરજી જે દારૂ પીને આમ તેમ બોલી રહ્યા છે, તેને નથી સમજાવતા. હવે આ વાત હદ પર આવી ગઈ છે, એક જ નિયમ છે અને એક જ વાક્ય છે કે, જ્યાં સુધી આ ફરજી નિવેદનો આપી રહ્યા છે, તે સામે આવીને મોરારી બાપુની લેખિતમાં માફી નહીં માંગે અને દંડવત નહીં કરે ત્યાં સુધી આખા દેશમાં અભિયાન કરવામાં આવશે.

હું લોકોને કહેવા માંગું છું કે, આ લોકોએ ખોટા વાળા બનાવી રાખ્યા છે. રામ-કૃષ્ણને નથી માનતા, માતાજીને નથી માનતા, શંકરજીને નથી માનતા તો માનો છો કોને. સ્વામિનારાયણ ભગવાના ન હતા, તેનો જન્મ સવા બસો કે, પોણા બસો વર્ષ પહેલા થયો હતો. હું લોકોને કહેવા માંગું છું કે, તમને ભગવાન સમજીને તેમની પૂજા અર્ચના કરો પણ કહેશો કે, ભગવાન મહાદેવ કે, રામ જોડે તેમની તુલના કરવામાં આવે તે બિલકુલ ખોટું છે. હિંદુ સનાતન સંસ્કૃતિ માટે આ કલંક છે. આ લોકો વિદેશની પૈસા લાવીને મઠ મંદિર બનાવી રહ્યા છે. તેમની તુલના રામ-કૃષ્ણ અને શંકર સાથે કરનારા સાધુઓ હોંશમાં આવે. તમે મહાદેવ, માતાજી કે રામ-કૃષ્ણ સાથે તેમની તુલના કરશો તો અમે તમને ચંપલ મારીને સમજાવીશું."

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp